Novel: Murder 4 લવ,Chapter:9


દૂરદૂરથી  કોઈ વાહનની ઘરઘરાટી સંભળાઈ રહી હતી...
એ કોણ હશે? કરણ કે રોહન?
છેક અત્યારે મને વિચાર આવ્યો કે કરણ આવે એ પહેલાં રોહન આવી ચડે તો?
આ વાત તો મેં વિચારી જ નહોતી!
હવે?
મેં ઝડપથી રોહનને મોબાઈલ લગાડયો. રિંગ થઈ રહી હતી... છ, સાત, આઠ રિંગ સુધી રોહને ફોન ના ઉપાડયો એટલે હું ટેન્શનમાં આવી ગઈ. એ ચોક્કસ ડ્રાઈવ કરી રહ્યો હશે.... નવ, દસ અને અગિયાર રિંગ પછી 'નો રિપ્લાય'ના મેસેજ સાથે ફોન બંધ થઈ ગયો...
શીટ! રોહન અહીં કરણની પહેલાં આવી ચડે અને શરબાની લોહીમાં લથબથ લાશ જુએ તો મોટો ગોટાળો થઈ જાય! મેં ફરી રોહનને નંબર ડાયલ કર્યો. ત્યાં તો એનો જ ફોન આવ્યો.
''હાય હની!'' એના અવાજમાં સહેજ થડકારો હતો, ''શું વાત હતી? હું હજી હાઈવેવાળી મીટિંગમાં છું.''
''આઈ નો ડિયર, પણ તેં કરણને આપણા ફાર્મ હાઉસ પર ઈન્વાઈટ કર્યો હતો ને?''
''યા યા, પણ એ જરા વેઈટ કરશે. મેં પેલી ચિઠ્ઠીમાં એમ જ લખ્યું હતું.''
''એક્ઝેક્ટલી રોહન, એટલે જ મને થયું કે હું ફાર્મ હાઉસ જઈને કરણને કંપની આપું...''
''...ઓ શ્યોર!'' એક ક્ષણના વિલંબ પછી રોહને જવાબ આપ્યો એટલે મેં સામેથી પૂછ્યું.
''કેમ, તમારી એટલી બધી પર્સનલ મીટિંગ છે કે મારી હાજરીમાં -''
''નો નો નો ડાર્લિંગ!'' રોહન બોલી ઊઠયો, ''ઈન ફેક્ટ, ઈટ્સ અ ગુડ આઈડિયા! તું જો કરણને થોડાં સમય માટે એન્ટરટેઈન કરે તો... આ મીટિંગ મારે ઉતાવળમાં ના પતાવવી પડે.''
''સી? હું પણ એ જ વિચારતી હતી. પણ એક પ્રોબ્લેમ છે.''
''શું ? ''
''મને હમણાં જ યાદ આવ્યું કે ફાર્મ હાઉસના ફ્રીજમાં સોડાની બોતલો ખલાસ થઈ ગઈ છે. યુ સી, કરણને એક બે ડ્રીંક્સ બનાવી આપવાં હોય તો...''
''હા, એ ખરું.''
''તો તું મિટિંગ પતાવીને આવે ત્યારે રસ્તામાંથી ચાર પાંચ સોડા લેતો આવજે ને! કારણ કે હું ઓલરેડી ફાર્મ હાઉસ પહોંચવાની તૈયારીમાં છું અને કરણ પણ કદાચ આવતો જ હશે.''
''અં...ઓકે, ફાઈન.'' રોહને કહ્યું ''બટ ઈન ધેટ કેસ, મને ત્યાં આવતાં અડધો કલાક થશે. વાંધો નથી ને?''
''વાંધો હોય તો તને હોય રોહન! બિકોઝ આઈ હેવ અ ગ્રેટ ક્રશ ઓન કરન!'' હું ખડખડાટ હસી ''ડોન્ટ વરી, તું આવે ત્યાં સુધી હું એને માત્ર બચકાં જ ભરીશ, કાચેકાચો ખાઈ નહીં જાઉં!''
રોહન પણ હસવા લાગ્યો. ''બિ કેરફૂલ હની. કરણ જરા શરમાળ છે.''
''આઈ નો...'' મેં ફોન કટ કરી નાંખ્યો.
હાશ! એનો મતલબ એમ થયો કે રોહન હજી બીજી ત્રીસ મિનિટ સુધી તો નહિ જ આવે! વેરી ગુડ. હવે મારે કરણના સ્વાગતની તૈયારી કરવાની હતી.
૯-૨૦ થઈ ગઈ હતી. મેં ફાર્મ-હાઉસના મેઈન રૃમનું નિરીક્ષણ કર્યું. લાઈટો ચાલુ હતી. સોફા સામેની દીવાલની નજીક, ફર્શ પર શરબાનીની અર્ધ-નગ્ન લાશ ચત્તીપાટ પડી હતી. એની છાતીમાંથી નીકળેલું લોહી એના શરીરની આસપાસ ફર્શ પર ફેલાઈ ગયું હતું. સોફા પર એની પર્સ અને અંદરની સામગ્રી વેરવિખેર પડી હતી. એમાં અમારા ફાર્મ-હાઉસની ચાવી પણ હતી. મેં ઝડપથી એ ચાવી ઉઠાવીને મારા જીન્સના ખિસ્સામાં મૂકી દીધી.
પરફેક્ટ. શરબાનીની રિવોલ્વર મારી પાસે હતી. મારી રિવોલ્વર મેં મારા જીન્સના પાછલા ખિસ્સામાં ખોસી. શરબાનીની રિવોલ્વરને મેં ટિપોય પર ગોઠવી. હજી એના પરથી મારી ફિંગરપ્રિન્ટ્સ મારે સાફ કરવાની બાકી હતી. પણ એ બધું પછી... મારે અત્યારે તો કરણને આવકારવા માટે ગોલ્ફ-સ્ટીક તૈયાર રાખવાની હતી.
મેઈન હોલમાં માત્ર એક જ કોર્નર-લેમ્પની લાઈટ ચાલુ રાખીને હું બહાર નીકળી. ઓટલાની લાઈટ ચાલુ હતી એ પણ બંધ કરી. હવે હું તૈયાર હતી. પેલા દૂરથી સંભળાતા વાહનની ઘરઘરાટી નજીક આવી રહી હતી...
એ કરણની કાર હતી. વ્હાઈટ કલરની 'વેગન-આર.'
કાર હાઈવેથી અમારા ફાર્મ-હાઉસ તરફ વળે એ પહેલાં હું ગાર્ડનના અંધારામાં એક ઝાડી પાછળ લપાઈને ઊભી રહી ગઈ. વેગન-આરની હેડલાઈટ્સનો શેરડો અંદર આવ્યો. ઝાંપો ખુલ્લો જ હતો. કરણની કાર શરબાનીની યલો નેનોથી લગભગ વીસેક ફૂટ દૂર આવીને ઊભી રહી.
અંદરથી કરણ ઊતર્યો. એ સીધો 'પ્લેઝર ક્લબ'થી અહીં આવ્યો હોય એમ લાગતું હતું કારણ કે એનાં વસ્ત્રો એ જ હતાં.
કરણે બે ક્ષણ માટે આસપાસ જોયું. એને યલો નેનો જોઈને નવાઈ તો લાગી હશે, પણ કરણ અને શરબાની એકબીજાને મળ્યા જ ના હોય એવા ચાન્સ વધારે હતા. કારણકે કરણ-કાશ્મીરાને અમારા શહેરમાં આવ્યાને માંડ એકાદ મહિનો જ થયો હતો.
'વેગન-આર'માંથી ઊતરીને કરણ જરા શંકાભરી ચાલે ફાર્મહાઉસ તરફ આગળ વધ્યો. અંદર માત્ર એક ઝાંખી કોર્નર લાઈટ ચાલુ હતી. બહાર ગાઢ અંધકાર હતો. હવે મેં ઝડપ કરી.
ઝાડી પાછળથી નીકળી, દબાયેલા પગલે હું કરણની પાછળ પહોંચી ગઈ. એને મારા પગનો અવાજ સહેજ પણ સંભળાયો નહિ હોય કારણ કે એ ફોન વડે કોઈને રિંગ મારી રહ્યો હતો. નેચરલી, એણે રોહનને ફોન લગાડયો હશે. કાનમાં વાગતી રિંગના અવાજને કારણે મારી હાજરીનો એને અંદાજ જ નહોતો.
મેં આ મોકો ઝડપી લીધો. એની પાછળ પહોંચી, ગોલ્ફ-સ્ટિક પર મારી મુઠ્ઠીઓની પક્કડ મજબૂત કરીને એની ખોપડીના પાછલા ભાગમાં એક જોરદાર ફટકો મારી દીધો!
એક ક્ષણ માટે એ થંભી ગયો...
પણ બીજી જ ક્ષણે એ ચક્કર ખાઈને લથડયો. એ ભોંય પર પડે એ પહેલાં મેં ગોલ્ફ સ્ટીક સાઈડમાં ફેંકીને એને ઝીલી લીધો. એ ખરેખર બેહોશ થઈ ગયો હતો.
મેં ઝડપ કરી. કરણને હું પગથિયાં પરથી ખેંચીને અંદર મેઈન રૃમમાં લઈ ગઈ. અહીં મેં એને એક સોફા પર બેસાડી દીધો. આટલું કરતાં કરતાં તો હું હાંફી ગઈ. કરણ ભલે પાતળો, પણ એનું શરીર પૂરા પોણા છ ફૂટનું હતું.
કરણ હજી બેહોશ હતો. પરંતુ હું કોઈ ચાન્સ લેવા માગતી નહોતી. હું ઝડપથી બહાર દોડી. પગથિયા પાસે ફેંકેલી ગોલ્ફ સ્ટિક લઈને પાછી મેઈન-રૃમમાં આવી.
કરણનું બેભાન શરીર સોફામાં આગળની તરફ ઝૂકેલું હતું. એની ગરદન ઝુલી રહી હતી. એના વાંકડિયાં ઝુલ્ફાં કપાળ પર આવી ગયાં હતાં. મેં ફરી એકવાર મજબૂતીથી ગોલ્ફ સ્ટિક પકડી. આ વખતે પૂરી તાકાતથી, બરોબર નિશાન લઈને મેં કરણની પાતળી ગરદનથી ઉપર, એની ખોપડીમાં, કચકચાવીને બે પ્રહાર કર્યા.
એના વાંકડિયાં જુલ્ફામાંથી ધીમે રહીને લોહીનો એક રેલો નીકળતો દેખાયો...
હવે મને હાશ થઈ. પણ આરામ કરવાનો સમય નહોતો. મેં ઘડિયાળમાં જોયું. ૯.૩૫ થઈ ગઈ હતી. રોહન જો ૧૦.૦૦ વાગે આવે તો મારી પાસે હજી ૨૫ મિનિટ હતી.
જોકે ૨૫ મિનિટ પૂરતી હતી. હું જરા શાંત પડી. મેં ફરીવાર રૃમનું નિરીક્ષણ કર્યું. કરણ જે સોફા પર ફસડાઈને બેભાન પડયો હતો એનાથી પંદરેક ફૂટ દૂર ફર્શ પર શરબાનીની અર્ધ-નગ્ન લાશ પડી હતી.
ઓકે. હવે મારે કરણનાં કપડાં ઉતારવાનાં હતાં.
તમને સવાલો થતા હશે કે મેં આખી વાતમાં કરણને બેહોશ શા માટે કર્યો? અને હવે હું એનાં કપડાં શા માટે ઉતારવા માગતી હતી? પણ તમે ધીરજથી સાંભળશો તો બધું જ ક્લિયર થઈ જશે.
બેહોશ કરણનો પહેલાં મેં કોટ ઉતાર્યો. પછી ટાઈ ખોલીને શર્ટ કાઢ્યું. પછી એના શૂઝ અને મોજાં ઉતારીને પેન્ટ કાઢી નાંખ્યું. કરણ હવે બનિયાન અને અન્ડરવિયરમાં હતો.
એની પાતળી ગોરી નમણી કાયાને હું જોતી રહી...
જો શરબાનીએ રોહન સાથે આ ખેલ ના કર્યો હોત તો કદાચ કરણને મારે આમાં સંડોવવાની જરૃર જ ના પડી હોત. એન્ડ, ઈન ધેટ કેસ, કરણની આ એકવડી કાયાને મેં કમ સે કમ એક વાર તો ઍન્જોય કરી જ હોત...
કરણનું બનિયાન ઉતારતી વખતે મને એના હોઠ પર કિસ કરવાની સખત ઈચ્છા થઈ આવી! પણ મેં મારી જાત પર કંટ્રોલ કર્યો. મારે અહીં મારી હાજરીના પુરાવાઓ છોડવાના નહોતા, બલ્કે પુરાવા છે એને મિટાવવાના હતા...
અને હા, એ પહેલાં મારે કરણ મલ્હોત્રાનું મર્ડર કરવાનું હતું.
મેં મારા જીન્સના હિપ-પોકેટમાંથી શરબાનીની નાનકડી પિસ્તોલ કાઢી, એને કરણના જમણા હાથમાં પકડાવી... એક ક્ષણ માટે મને વિચાર આવી ગયો ''કરણ ડાબોડી તો નથી ને?'' પછી મને તરત યાદ આવ્યું કે પ્લેઝર ક્લબમાં બિલિયર્ડ રમતી વખતે એણે જમણા હાથમાં સ્ટિક રાખીને સ્ટ્રોક માર્યો હતો.
મેં કરણના જમણા હાથમાં પિસ્તોલ પકડાવી. એનો હાથ ઊંચો કરી, પિસ્તોલનું નાળચું કરણના જમણા કપાળે ટેકવ્યું. પછી જોર કરીને ટ્રીગરમાં ફસાવેલી એની આંગળી પર મારી આંગળી દબાવી...
ધડાકો થયો. કરણનું લમણું વીંધાઈ ગયું. ખોપડીની બીજી તરફથી ધડધડ કરતું લોહી વહેવા લાગ્યું. ગોળી માથાની આરપાર નીકળી ગઈ હતી...
ગોળી છૂટી એ ક્ષણે કરણના શરીરે એક આંચકો ખાધો હતો. હવે એની બોડી સંપૂર્ણપણે સોફા પર ફસડાઈ પડી હતી. કરણની લાશ જોઈને મને ખરેખર દુઃખ થયું. આઈ લાઈક્ડ ધીસ લેન્કી, હેન્ડસમ, ક્યુટ મેન.
પરંતુ અફસોસ કરવાનો સમય બચ્યો નહોતો. મેં મારા પર્સમાંથી રૃમાલ કાઢીને ગોલ્ફ-સ્ટીક પરથી મારાં આંગળાંની છાપ સાફ કરી. પછી શરબાનીની લાશ પાસે જઈ, મારા શૂઝ ક્યાંક એના લોહીમાં અડી ન જાય એ રીતે એની હથેળીમાં ગોલ્ફ સ્ટીક પકડાવીને પાછી લઈ લીધી. પછી એ ગોલ્ફ સ્ટીકને રૃમાલ વડે જ પકડેલી રાખીને મેં સહેજ દૂર ફેંકી દીધી.
હવે મેં રૃમમાં આખરી નજર નાંખી. એવરીથિંગ વૉઝ પરફેક્ટ. મેં ઘડિયાળમાં જોયુ. ૯-૫૦ થઈ રહી હતી.
શાંતિથી બહાર જઈ, ફાર્મ હાઉસના પાછળના ભાગમાં, જ્યાં મેં મારી રેડ શેવરોલેટ પાર્ક કરી હતી, તે પાછી કાઢી. રિવર્સમાં લઈને મેં મારી કારને ઝાંપાથી લગભગ ત્રીસેક ફૂટના અંતરે ઊભી રાખી.
બસ, હવે મારે રોહનની રાહ જોયા સિવાય બીજું કશું કરવાનું નહોતું...
બરાબર ૯-૫૫ના સમયે રોહનની મર્સિડીઝ હાઈવેથી ફાર્મ-હાઉસ તરફ વળતી દેખાઈ. મારે હવે ડ્રામા કરવાનો હતો. જેવી મર્સિડીઝ ઝાંપા પાસે આવી કે તરત હું મારા બન્ને હાથ ઊંચા કરતી સામે દોડી. (દોડવાથી હાંફ ચડે અને ડ્રામા વધારે ડ્રામેટિક લાગે.) રોહને મને જોઈને બ્રેક મારી. છતાં હું દોડતી દોડતી મર્સિડીઝના બોનેટ સુધી ધસી ગઈ. મારા બન્ને હાથ બોનેટ પર મૂકીને મેં હાંફતા અવાજે કહ્યું ઃ
''રોહન! ગજબ થઈ ગયો! સમથિંગ ટેરિબલ હેઝ હેપન્ડ!''
''શું થયું?''
''તું જાતે આવીને જો! યુ વૉન્ટ બિલીવ ઈટ...'' મેં રોહનને કારમાંથી બહાર ખેંચ્યો. એનો હાથ પકડી, એને ફાર્મ હાઉસમાં લઈ ગઈ.
અંદરનું દ્રશ્ય જોતાં જ રોહનના ચહેરા પરથી લિટરલી લોહી ઊડી ગયું! જાણે એને અચાનક કમળો થઈ ગયો હોય એમ એનો ગોરો ચહેરો અચાનક ભય અને આઘાતથી પીળો પડી ગયો. એની આંખો પહોળી થઈ ગઈ, એના ડોળા ચકળવકળ થવા લાગ્યા ઃ
''દામિની! વોટ ઈઝ ધીસ?''
''મને પણ સમજાતું નથી.'' મેં કહ્યું, ''હું તો હમણાં પાંચ મિનિટ પહેલાં આવી. શરબાની અહીં ક્યારે આવી, કરણ અહીં કેટલા વાગ્યાનો આવી ગયો હશે... એ બન્નેનાં કપડાં - ''
હું અટકી ગઈ. રોહન પણ એક્ઝેક્ટલી એ જ વિચારી રહ્યો હશે, જે હું ઈચ્છતી હતી! એના તો ભેજામાં જ નહિ બેઠું હોય કે શરબાની દાસગુપ્તા અને કરણ મલ્હોત્રા વચ્ચે સેકસ્યુઅલ સંબંધો હશે! અને એ પણ અહીં અમારા જ ફાર્મ-હાઉસમાં ચાલી રહ્યા હશે!
રોહનને ચક્કર આવી ગયા. એ માથું પકડીને સોફામાં બેસી ગયો. પણ મેં એને તરત ઊભો કર્યો.
''કમ ઓન રોહન. લેટ્સ ગેટ આઉટ ઓફ ધીસ પ્લેસ.''
''પણ દામિની-''
''નોટ અ વર્ડ રોહન, નોટ અ વર્ડ.'' મેં કડક થઈને કહ્યું, ''કોઈને કશું કહેવાનું નથી. તું અહીં આવ્યો જ નથી. હું પણ અહીં નથી આવી. આપણને આ વાતની કશી ખબર નથી. કમ ઓન રોહન, ઊભો થા. લેટ્સ ગો ફ્રોમ હિયર.''
''પણ ક્યાં?''
''ક્યાં વળી શું?'' મને ગુસ્સો ચડી ગયો ''આપણે ઘેર, બીજે ક્યાં?''
રોહન હજી કન્ફ્યુઝ્ડ હતો. મેં એના ખભા હચમચાવી નાંખ્યા, ''રોહન, ધીસ ઈઝ મર્ડર! નોટ વન બટ ટુ મર્ડર્સ! આખી વાતમાંથી સેઈફલી બહાર રહેવું એ જ બેસ્ટ ચોઈસ છે. હવે આગળ શું કરવું એ ઘરે જઈને વિચારીશું.''
રોહનને બહાર નીકળવા સિવાય બીજો કોઈ ચોઈસ જ નહોતો. એણે એની મર્સિડીઝ રિવર્સમાં લીધી. મેં મારી શેવરોલેટ સ્ટાર્ટ કરી. એ યુ ટર્ન મારતો હતો ત્યાં મારી કાર નજીક લઈને મેં પૂછ્યું, ''રોહન, આર યુ ઓકે? તારાથી ડ્રાઈવ તો કરી શકાશે ને?''
''યસ. આઈ...'' રોહનનો અવાજ ધૂ્રજી રહ્યો હતો. ''આઈ થિન્ક આઈ કેન.''
''લિસન.'' મેં કહ્યું ''હું ધીમે ધીમે આગળ ચલાવું છું. તું બિલકુલ મારી પાછળ પાછળ આવજે. એવરીથિંગ ઈઝ ગોઈંગ ટુ બિ ફાઈન. ઓકે?''
''ઓકે.''
બંગલે પહોંચ્યા પછી પણ રોહનનું શરીર જરા જરા વારે ધૂ્રજી ઊઠતું હતું. મેં એને છાતીસરસો ચાંપ્યો. ''લુક રોહન, જે થઈ ગયું એ થઈ ગયું. આપણે જાણતા નથી કે કરણ અને શરબાની વચ્ચે શું હતું. મને નવાઈ તો એ વાતની લાગે છે કે પ્લેઝર ક્લબમાં જેને આપણે બધા 'બેસ્ટ કપલ' માનતાં હતાં એ જ કરણ અને કાશ્મીરા... ઓહ ગોડ! બિચારી કાશ્મીરાને ખબર પડશે ત્યારે એની શી હાલત થશે?''
રોહન અચાનક રડવા જેવો થઈ ગયો. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. મેં એનાં આંસુ લૂછતાં કહ્યું. ''રોહન, પ્લીઝ ડોન્ટ ગેટ સેન્ટિમેન્ટલ. કાશ્મીરાની ફીલિંગ્સ વિશે વિચારવાનો અત્યારે ટાઈમ નથી. પોલીસ સૌથી પહેલાં આપણને સવાલો પૂછશે. કારણકે ઘટના આપણા ફાર્મ-હાઉસમાં બની છે... બટ વિ નીડ સમ ટાઈમ.''
''ટાઈમ?''
''યસ.'' મેં રોહનનો ચહેરો મારી હથેળીમાં લઈને કહ્યું, ''ડાર્લિંગ, આ વિક-એન્ડમાં મારી ઈચ્છા હતી કે આપણે ક્યાંક બહાર જઈએ. આજે સાંજે જ મેં હોટેલ 'ક્રિસેન્ટ મુન'માં સ્વીટ બુક કરાવ્યો છે. આપણે અત્યારે જ એ હિલ-સ્ટેશન પર જતાં રહીએ.''
''અત્યારે?''
''યસ ડિયર. આપણા ફાર્મ હાઉસનો સ્ટાફ છેક સોમવારે સવારે આવશે. એ લોકો લાશો જોશે ત્યારે જ કોઈને ખબર પડશે કે અહીં બે મર્ડર થયાં છે. ત્યાં સુધી પોલીસને પણ ક્યાંથી ખબર પડશે? આપણે સોમવારે અહીં પાછાં આવીને કહીશું કે અમને તો કશી ખબર જ નથી...''
રોહન મારા ચહેરા સામે જોતો જ રહી ગયો. એના દિમાગમાં શું ચાલી રહ્યું હશે? એ મારા વિશે શું વિચારતો હશે?


ReadMore..