Novel: Murder 4 લવ,Chapter:10

ઇન્સ્પેકટર વિનાયક ચૌહાણ, મેં કરેલા બે મર્ડરની વાત તો મેં તમને કહી દીધી. પણ મેં ત્રીજું ખૂન કોનું કર્યું? અને શા માટે?
વાત હજી અધૂરી છે, પણ તમારે ધ્યાનથી સાંભળવી પડશે.
* * * *
''ડાર્લિંગ, આપણે અત્યારે જ હોટલ ક્રિસેન્ટ મુન પર જવા નીકળી જઇએ.''
''અત્યારે?''
'યસ ડિયર. આપણા ફાર્મ હાઉસનો સ્ટાફ છેક સોમવારે આવશે. એ લોકો લાશો જોશે ત્યારે જ કોઇને ખબર પડશે કે અહીં બે મર્ડર થયાં છે. ત્યાં સુધી પોલીસને પણ ક્યાંથી ખબર પડશે? આપણે સોમવારે અહીં પાછાં આવીને કહીશું કે અમને તો કશી ખબર જ નથી...''
રોહન મારા ચહેરા સામે જોતો જ રહી ગયો. એના દિમાગમાં શું ચાલી રહ્યું હશે? એ મારા વિશે શું વિચારતો હશે?
એ ક્યાંક એવું તો નહિ વિચારતો હોય ને, કે આખરે દામિનીએ શરબાનીને ખતમ કરી જ નાંખી...? ના. મોટેભાગે તો રોહન એમ વિચારતો હશે કે આટલી ખતરનાક સિચ્યુએશનમાં પણ દામિની કેટલા ઠંડા દિમાગથી વિચારી શકે છે...
અમે રાત્રે જ શહેરમાંથી નીકળી ગયાં. ગાડી જાતે ચલાવવાને બદલે મંે ડ્રાઇવરને બોલાવ્યો, જેથી જરૃર પડયે તે સાક્ષી આપી શકે કે અમે હિલ સ્ટેશન પર હતાં. બંગલેથી નીકળતાં લગભગ ૧૧ વાગી ગયા. ચાર કલાકનો રસ્તો હતો. રાતનો ટાઇમ ગણો તો સાડા ચાર કલાક.
આખી મુસાફરી દરમ્યાન રોહન બેચેન હતો. મેં સતત એનો હાથ મારા ખોળામાં પકડી રાખ્યો હતો. ધીમા અવાજે મેં એને ઇંગ્લિશમાં સૂચના આપી ''રોહન, કીપ યોર ફેસ નોર્મલ. અવર ડ્રાઇવર ઇઝ અવર વિટનેસ...''
છતાં રોહનના ચહેરા પરથી પરેશાનીની રેખાઓ કેમે કરીને જતી નહોતી. એ તો સારું હતું કે રાતનો સમય હતો અને ડ્રાઇવરનું ધ્યાન અમારા કરતાં રોડ પર વધારે હતું.
હોટેલ 'ક્રિસેન્ટ મુન' પહોંચ્યા પછી અમે બંને પથારીમાં પડયાં. કોઇને ઊંઘ આવતી નહોતી. રોહન વારેઘડીએ પડખાં બદલી રહ્યો હતો, જ્યારે હું સતત એ વિચારમાં હતી કે મેં ક્યાંક કોઇ ભૂલ તો નથી કરી ને?
શરબાનીના પર્સમાંથી જે સામાન સોફા પર ફેલાયો હતો એમાંથી મેં અમારા ફાર્મ- હાઉસની ચાવી ઉઠાવી લીધી હતી.
જો એ ત્યાં રહી ગઇ હોત તો પોલીસને તરત ડાઉટ જાત કે શરબાની પાસે આ ચાવી ક્યાંથી આવી? પણ હા, રોહનના હાથે લખેલી ચિઠ્ઠી મને સોફા પર દેખાઇ નહિ. એ ક્યાંક ઊડીને દૂર પડી ગઇ હશે? મોટેભાગે તો શરબાનીએ એ ચિઠ્ઠી વાંચતાંની સાથે જ ફાડી નાંખી હશે.
વિચારતાં વિચારતાં મને મારી બીજી એક ભૂલ યાદ આવી. કરણ મલ્હોત્રાને મેં પહેલીવાર ગરદન પર ગોલ્ફ-સ્ટીક મારી ત્યારે તો મેં એને ભોંય પર પડતાં ઝીલી લીધો હતો, જેથી એનાં વસ્ત્રો પર માટી ન ચોંટે. પણ એનાં કપડાં ઉતાર્યા ત્યારે એની ખોપડીના પાછળના ભાગેથી એક લોહીનો રેલો વહી રહ્યો હતો. હા, એની ગરદન આગળની તરફ ઝૂકેલી હતી. પરંતુ એનું બનિયાન ઉતારતાં લોહીના ડાઘ બનિયાન પર પડયા હશે તો?
પોલીસ જરૃર વિચારશે કે કરણે કપડાં ઉતાર્યા પછી પોતાના લમણે ગોળી મારી હોય તો દૂર પડેલા બનિયન પર એના ડાઘ ક્યાંથી આવ્યા?
મેં બીજી પણ એક ભૂલ કરી હતી. કરણ જ્યારે ફાર્મ હાઉસના ઓટલા તરફ જઇ રહ્યો હતો ત્યારે એણે કોઇને ફોન કર્યો હતો. એના કાનમાં ફોનની રિંગ સંભળાતી હતી. એટલે જ પાછળથી આવતાં મારાં પગલાં એને સંભળાયા નહોતાં. પરંતુ કરણે છેલ્લો ફોન કોને કર્યો? રોહનને?
કરણને શૂટ કર્યા પછી હંુ તેનો મોબાઇલ ચેક કરવાનું સાવ ભૂલી ગઇ હતી! પોલીસ ડેફિનેટલી એનો મોબાઇલ ચેક કરશે...
આ નાની અમથી ડિટેઈલ મને છેક પરોઢ સુધી પરેશાન કરતી રહી. છેવટે ઉજાગરા અને થાકને લીધે સવારે છ વાગે મારી આંખો મીંચાઇ ગઇ.
દસેક વાગે મારી આંખો ફરીથી ખૂલી ત્યારે મેં જોયું કે રોહન મારી બાજુમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. મેં એને જગાડયો નહિ. બાથરૃમમાં જઇને મેં હોટ શાવર-બાથ લીધો. નહાયા પછી મને સારું લાગી રહ્યું હતું. શરીરે ટુવાલ વીંટાળીને હું બહાર નીકળી ત્યારે રોહન જાગી ગયો હતો.
એ નાસ્તો કરી રહ્યો હતો. એની આંખો એકદમ લાલઘૂમ હતી. મેં પૂછ્યું ''તું ક્યારે ઊઠી ગયો? નાસ્તો પણ મંગાવી લીધો...''
''ડાર્લિંગ, મને માંડ એકાદ કલાકની ઊંઘ આવી હશે. હું બ્રેકફાસ્ટ કરીને ફરી ઊંઘી જવા માગું છું.''
''યુ મસ્ટ ટેક રેસ્ટ રોહન'' મેં કહ્યું, ''પણ બીજી એક વાત યાદ રાખવાની છે. આપણે અહીં હિલ સ્ટેશન પર ફરવા માટે આવ્યા છીએ. બે મર્ડરથી સંતાવા માટે નહિ.''
''એટલે?''
''એટલે એમ કે વિ મસ્ટ ગો આઉટ! જેથી હોટલવાળાઓ, ડ્રાઇવર અને અહીં આવેલા સહેલાણીઓ આપણને જુએ! ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ મેક્સિમમ પિપલ નોટિસ અસ હિયર. તને સમજાય છે?''
રોહને ગરદન હલાવી. એ હજી ડઘાઇ ગયેલો દેખાતો હતો. મેં ફરી કહ્યું ''રોહન, રૃમમાંથી બહાર નીકળીએ ત્યારે યુ બેટર લુક નોર્મલ... રાધર, અ લિટલ ચિયરફૂલ.''
રોહને જવાબ ન આપ્યો. એ નાસ્તો કરતો રહ્યો.
હું જાણતી હતી કે રોહનની નજર સામે હજી પણ શરબાનીની લોહિયાળ લાશનું દ્રશ્ય વારંવાર ઝબકી જતું હશે. જે સ્ત્રી સાથે એણે એ ફાર્મ હાઉસમાં કામલીલાઓ ઊજવી હતી એ જ સ્ત્રી... હવે કરણ મલ્હોત્રા સાથે... ? રોહનનું તો ભેજું કામ નહિ કરતું હોય.
હજી પણ નાસ્તો કરતાં કરતાં એનું શરીર અમુક સમયના અંતરે ધૂ્રજી ઊઠતું હતું. બે વાર એના હાથમાંથી ચમચી છટકી ગઇ. હું જોયા જ કરતી હતી પણ રોહન મારી આંખોમાં આંખો પણ મિલાવી શકતો નહોતો.
નાસ્તો કર્યા પછી રોહન ઊંઘી ગયો. એનું શરીર હજી ક્યારેક ક્યારેક આંચકી ખાઇ લેતું હતું.છતાં ધીમે ધીમે એ શાંત પડી રહ્યું હતું.
સાંજે તૈયાર થઇને અમે બહાર ફરવા ગયાં. હિલ સ્ટેશનના તળાવમાં થોડું બોટિંગ કર્યું. પછી ભરચક બજારમાં ફરતા રહ્યા. મારા સારા નસીબે અહીં શહેરનાં ચાર પાંચ જાણીતાં ફેમિલી મળી ગયાં. એમાંથી એક-બે સાથે તો મારે કડવા સંબંધો હતા છતાં મેં સામે ચાલીને બધાંને બોલાવ્યાં. 'હાય-હલો' કરીને બધાં સાથે થોડી થોડી ફોર્મલ વાતચીત કરીને છૂટાં પડયાં. ભીડ ભરેલી બજારમાં રોહન ધીમે ધીમે નોર્મલ થઇ રહ્યો હતો. અમે થોડું શોપિંગ પણ કર્યું. એનાં બિલ મેં ખાસ સાચવીને પર્સમાં મૂક્યાં. કારણ કે એ અમારો પુરાવો હતો.
રાત્રે હોટલ પર પાછાં આવ્યા પછી ડીનર હોલમાં બેસવાને બદલે રાહુલે બહાર ગાર્ડન રેસ્ટોરન્ટમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી. અહીં ઠંડીનો ચમકારો હતો. માંડ એકાદ ટેબલ પર કોઇ બેઠું હતું. અમે જરા દૂરના ટેબલ પર બેઠાં.
ઓર્ડર આપ્યા પછી જ્યારે વેઇટર બધું મૂકી ગયો એ પછી રોહન ધીમેથી બોલ્યો ઃ
''દામિની, આઇ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ.'
''બોલ ને''
''કેવી રીતે કહું...?'' રોહનની આંખો ઝૂકેલી હતી. ''દામિની, તને આ સાંભળીને કદાચ ખરાબ લાગશે પણ.. શરબાની સાથે મારા સંબંધો હતા.''
''રિયલી?'' મેં ખૂબ જ આછું આશ્ચર્ય બતાડયું. ''ઇટ્સ ઓકે રોહન, હાઇ સોસાયટીમાં ક્યારેક એવું થઇ જતું હોય છે. વેર યુ સિરિયસ?''
રોહનની આંખો હજી નીચી હતી. ''ના, દામિની... અમારા સંબંધો...''એણે શબ્દો ગોઠવ્યા, ''.. ફિઝિકલ હતા.''
હું કંઇ ના બોલી. રાહુલ બોલતો ગયો. ''આઇ ડોન્ટ નો, શી રીતે એ બની ગયું. અમે સ્પોર્ટસ ક્લબમાં સાથે સ્કવોશ રમતાં હતાં એમાં...''
રોહન હજી મારી સાથે આંખ નહોતો મિલાવી રહ્યો. મેં પહેલ કરી. રોહનનો હાથ મેં મારી બંને હથેળીમાં લઇ લીધો. એકદમ ભાવુક થઇને મેં કહ્યું ઃ
''ઇટ્સ ઓકે રોહન. થાય એવું.. થાય જ ને? શરબાની વોઝ ફિઝિકલી મોર અટ્રેક્ટીવ ઘેન મિ. વોઝન્ટ શી? બટ ઇટ્સ ઓવર નાવ. રોહન, તેં તારી જાતે જ જોઇ લીધું કે શરબાની કેવા પ્રકારની સ્ત્રી હતી. એ કરણની સાથે...''
''આઇ નો... '' રોહન ઇમોશનલ થઇ ગયો. ''દામિની, આઇ એમ રિયલી સોરી.''
એની આંખોમાં આંસુ હતાં. મેં એનો હાથ વધારે પ્રેમથી દબાવ્યો. ''જો રોહન, હમણાં એ બાબતે કશું વિચારવાનું નથી. જે થવાનું હતું તે થઇ ગયું. હવે આપણે એક જ વાત યાદ રાખવાની છે કે આપણને કંઇ જ ખબર નથી.''
''યસ, યુ આર રાઇટ'' રોહને આંસુ લૂછ્યાં.
એ રાત્રે રોહને મને ભરપૂર પ્રેમ આપ્યો. હું પણ તન અને મન, બંનેથી તરબતર થઇ ગઇ. ફાઇનલી... આખરે.. રોહનના વ્હાઇટ જાંઘિયા ઉપર પિન્ક લિપ્સ્ટીકના ડાઘ દેખાયા ત્યારથી શરૃ થયેલું આ ચક્કર પૂરું થઇ રહ્યું હતું.! મારા માટે સૌથી વધારે મઝાની વાત એ હતી કે એ ચક્કર મેં જ પૂરું કર્યું હતું. મને શરબાનીની ચેલેન્જ યાદ આવી ઃ 'રોહન સાથેના સંબંધો હું ત્યારે જ પૂરા કરીશ જ્યારે હું નક્કી કરીશ.' પણ શરબાનીને મેં મ્હાત આપી હતી. સંબંધો મેં પૂરા કર્યા હતા! અને એ પણ મારી જ રીતે...
રવિવારે સવારે અમે મોડાં ઉઠયાં. બ્રેકફાસ્ટ પછી અમે આખો દિવસ હિલ સ્ટેશનની જુદી જુદી એવી જગાઓ પર ફરતાં રહ્યાં જ્યાં ભીડ વધારે હોય. નોર્મલી મને મિડલ ક્લાસ ટાઇપની આવી ભીડભાડથી સખત ચીડ છે પરંતુ આજે સૌથી વધુ લોકોનું ધ્યાન અમારી તરફ ખેંચાય તે જરૃરી હતું.
રાત્રે હોટલમાં ડિનર લીધા પછી અમે પાછાં આવવા નીકળ્યાં. મેં ડ્રાઇવરને કાર ધીમેથી ડ્રાઇવ કરવા કહ્યું કારણ કે બંગલે પહોંચ્યા પછી અમને પેલી લાશોના જ વિચારો ઘેરી વળવાના હતા.
છેક દોઢ વાગે બંગલે પાછાં ફર્યા ત્યારે બંને થાકેલાં હતાં છતાં આખી રાત બરોબર ઊંઘી ના શક્યાં. સવારે સાડા આઠ પોણા નવે ફાર્મહાઉસના ચોકીદારનો ફોન આવ્યો. એ સખત ડરેલો હતો.
''મેડમ! ફાર્મહાઉસમાં બે લાશ પડી છે!''
''શું વાત કરે છે? કોણ છે?''
''ખબર નહિ બેન, એક મેડમ છે અને એક સાહેબ છે. શરીકે કપડાં નથી અને બંને લોહીલુહાણ છે...''
''તું એક કામ કર. તાત્કાલિક પોલીસને ફોન કર. અમે પણ ત્યાં આવીએ છીએ.'
* * * *
એ પછી ઇન્સ્પેક્ટર વિનાયક ચૌહાણ, અમે જ્યારે ફાર્મહાઉસ પર પહોંચ્યાં એ પહેલાં તમે પહોંચી ચૂક્યા હતા.
લાશોમાંથી વહીને થીજી ગયેલું લોહી પણ સૂકાઇ ગયું હતું. નેચરલી, તમે પણ અંદાજ માંડયો હશે કે હત્યાઓ થયાને ઘણો સમય વીતી ગયો છે. તમે લાશના ફોટા પડાવ્યા, વિડિયોગ્રાફી કરાવી, ફિંગરપ્રિન્ટો લેવડાવી અને ેડેડ બોડીઝને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
અમે તમને તપાસમાં તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી એટલે પ્રાથમિક બયાન લઇને તમે અમને જવા દીધાં. સાંજથી જ લોકલ ટીવી ચેનલો પર 'બ્રેકીંગ ન્યૂઝ'ની ધડબડાટી ચાલુ થઇ ગઇ. બીજા દિવસે છાપાંઓમાં સનસનાટીભર્યા રિપોર્ટો છપાયા. હું ઇચ્છતી હતી એવા, જોઇને ચીતરી ચડી જાય એવા, લાશના રંગીન ફોટા પણ છપાયા. મેં તમામ છાપાંઓ ધ્યાનથી વાંચ્યાં. પોલીસનું માનવું હતું કે શરબાની દાસગુપ્તા અને કરણ મલ્હોત્રા વચ્ચે શારીરિક સંબંધો હતા. બંને વચ્ચે કંઇક ઝગડો થયો હશે, શરબાનીએ ગોલ્ફ સ્ટીક વડે કરણ પર હુમલો કર્યો હશે. કરણે ઉશ્કેરાઇને ગોળી મારી દીધી અને પછી આત્મહત્યા કરી લીધી હશે.
આખી વાતમાં રોહન ક્યાંય આવતો નહોતો છતાં બંનેની લાશો અમારા ફાર્મ-હાઉસમાંથી મળી હતી એટલે તમે અમારી પૂછપરછ કરતા રહ્યા. ઇન્સ્પેક્ટર ચૌહાણ,  તમે માત્ર એટલું જ સાબિત કરી શક્યા કે શરબાની અને રોહન એકબીજાને ઓળખતાં હતાં. રોહન અને કરણ પણ એકબીજાને ઓળખતા હતા. પરંતુ બંને જણા અમારી ગેરહાજરીમાં અમારા ફાર્મ હાઉસ પર શી રીતે મળતાં હતાં એની કોઇને કશી જ ખબર નહોતી.
ચૌહાણ સાહેબ, વાતવાતમાં મેં તમારી પાસેથી એ પણ પૂછી લીધું કે કરણે છેલ્લો ફોન કોને કર્યો હતો? જ્યારે મને ખબર પડી કે, કરણે એની પત્ની કાશ્મીરાને રિંગ કરી હતી, પણ કાશ્મીરાનો 'નો રિપ્લાય' આવતો હતો... ત્યારે મને પૂરેપૂરી શાંતિ થઇ ગઇ.
હવે રોહન સંપૂર્ણપણે મારા કબજામાં હતો. શરબાની સાથેના ફિઝિકલ રીલેશનનો તે એકરાર પણ કરી ચૂક્યો હતો. હવે રોહન ભૂલથી પણ બીજું લફરું કરવાની હિંમત નહીં કરે. બલ્કે, એના આ ગુનાની સતત યાદ અપાવીને હું એનું ઇમોશનલ બ્લેકમેઇલ કરતી રહીશ.
એક રીતે જોવા જાવ તો મારે શરબાનીનો ખરેખર આભાર માનવો જોઇએ, કારણ કે મારું પાતળું એકવડિયું શરીર, લાંબું નાક, પહોળી આંખો, શ્યામ વર્ણ, ઓછી હાઇટ અને વ્હીમઝિકલ સ્વભાવને કારણે રોહન આખી જિંદગી મને વફાદાર રહે એ શક્ય જ નહોતું. પરંતુ શરબાનીની લોહીથી લથબથ અર્ધ-નગ્ન લાશ જોઇને હવે બીજી સ્ત્રી સાથે તે ફ્લર્ટિંગની કલ્પના પણ નહિ કરી શકે.
બધું જ મારા પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. પોલીસ કેસને સંકેલી ચૂકી હતી. આખી ઘટનાને મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો હતો. પણ એક રાત્રે અચાનક અમસ્તી જ મારી આંખો ખૂલી ગઇ.
મેં જોયું કે રોહન મારી બાજુમાં નહોતો. બેડરૃમની બહારથી કંઇક ધીમી, ત્રુટક વાતચીતનો અવાજ કાને પડયો. હું જરા ડરી ગઇ. મેં રોહનના ઓશીકા નીચેથી એની રિવોલ્વર કાઢીને મારા નાઇટ ગાઉનના ખિસ્સામાં મૂકી.
બહાર આવીને જોયું તો રોહન એના મોબાઇલ પર કોઇ સાથે અત્યંત ધીમા અવાજે વાત કરી રહ્યો હતો. મેં કાન સરવા કર્યા. મને રોહનના શબ્દો સંભળાયાઃ
''કાશ્મીરા... પ્લીઝ બિલીવ મિ.. કરણની હત્યામાં મારો એક પરસેન્ટ પણ હાથ નથી... મહિનો થઇ ગયો.છતાં તું માનતી જ નથી?..''
હું દંગ થઇ ગઇ! આટલી મોડી રાત્રે રોહન કાશ્મીરા સાથે શા માટે આ ટોપિકની ચર્ચા કરી રહ્યો છે? સામે છેડેથી આવતી દલીલ સાંભળ્યા પછી રોહન ફરી બોલ્યોઃ
''કાશ્મીરા... પ્લીઝ ગિવ મિ સમ ટાઇમ, દામિનીથી છૂટા થવું એટલું સહેલું નથી.. બટ આઇ એમ ટ્રાઇંગ... તારે છ આઠ મહિના તો રાહ જોવી જ પડશે... પ્લીઝ, યુ હેવ ટુ ટ્રસ્ટ મિ... મારો વિશ્વાસ કરવો જ પડશે. બિકોઝ આઇ લવ યુ કાશ્મીરા!''
એ જ ક્ષણે હું રોહનની સામે જઇને ઊભી રહી.
રોહને ફોન કટ કરી નાંખ્યો. મને જોઇને તે સ્તબ્ધ થઇ ગયો હતો.
''ઇઝ ઇટ ટ્રુ?' મેં શાંતિથી પૂછ્યું.
રોહન નીચું જોઇ ગયો. ''દામિની, આઇ એમ સોરી, બટ ઇટ ઇઝ ટ્રુ... પ્લેઝર ક્લબની પેલી પાર્ટીમાં ડાન્સ કરવા માટે પહેલીવાર કાશ્મીરાનો હાથ પકડયો ત્યારે જ હું એના પ્રેમમાં પડી ગયો હતો. દામિની, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, હું આખી જિંદગી આ રીતે તારી સાથે નહિ જીવી શકું. મને તારી મિલકતમાંથી એક પાઇ પણ નથી જોઇતી. ઓલ આઇ વોન્ટ ઇઝ પ્યોર લવ..''
''ઓ.કે.'' અંદરથી હું ધૂ્ર્રજી ગઇ હતી. છતાં મેં અવાજ સ્થિર રાખ્યો. ''જે રાત્રે તેં કરણને ફાર્મ હાઉસ પર બોલાવ્યો એ વખતે તું ક્યાં હતો?''
''કાશ્મીરા સાથે.'' કરણ ફરી નીચું જોઇ ગયો. ''કરણને આ રીતે ફાર્મ હાઉસ પર મોકલીને વારંવાર અમે બન્ને....''
બસ એ જ ક્ષણે મારી અંદર ધરબાઇ ચૂકેલો જ્વાળામુખી અચાનક ફાટયો. નાઇટ ગાઉનમાંથી રોહનની રિવોલ્વર કાઢીને મેં એને શૂટ કરી નાંખ્યો...
* * * *
ઇન્સ્પેક્ટર ચૌહાણ, પોલીસની નજરે ભલેઆ કોલ્ડ-બ્લડેડ મર્ડરો હશે પણ મારા માટે તો હતાં.. 'મર્ડર ફોર લવ.'
દુનિયામાં પ્રેમની ઘણી વ્યાખ્યાઓ હશે. પણ મારા માટે 'લવ'નું એક અલ્ટીમેટમ ટ્રુથ છે ઃ મારો પ્રેમી 'મારો' જ રહેવો જોઇએ.. એ મરે ત્યાં સુધી!'
Read More..