એક રિવોલ્વર માટે થઇને મેં આખી જફા ઊભી કરી હતી.
ખારાનગરની બસ્તીના દાદા પીટર ઈબ્રાહીમને મેં રોકડા ૨૫ લાખ રૃપિયા આપ્યા હતા, જેથી એ મારા પતિ રોહનને જાનથી મારી નાંખવાની ધમકી આપે, અને રોહન ડરીને એક રિવોલ્વર ક્યાંકથી ખરીદી નાંખે.
પણ રોહન તો પીટરની ધમકીથી સહેજ પણ ડર્યો નહિ!
એણે તો ફોન પર સામી ચોપડાવી, ''સાલે, આજ તો તેરી બાત સુન લી. કલ ફિર સે ફોન કિયા તો તેરી બસ્તી મેં આકર તુઝે ઠોક ડાલુંગા! સમજા ક્યા?''
રોહનના આ તેવર જોઇને હું તો ડઘાઇ જ ગઇ.
''શું થયું? રોહન, કોનો ફોન હતો?''
''અરે છે કોઇ મવાલી! સવારથી આ પાંચમો ફોન છે. પણ એ સાલાને ખબર નથી કે એના જેવા કંઇકની સાથે હું પનારો પાડી ચૂક્યો છું.''
મારા પગ અચાનક ઢીલા થઇ ગયા. રોહનને ધમકીનો ડર જ નથી લાગતો? તો પછી રિવોલ્વર શી રીતે ખરીદશે?
મેં એ રાત્રે વાતને આગળ જ ના વધારી. સવારે રોહન ઓફિસે ગયો કે તરત પીટર ઈબ્રાહીમને ફોન લગાડયો ઃ
''પીટર, રોહન પર તારી ધમકીની કોઇ અસર થઇ નથી. અબ ક્યા કરોગે?''
''ફિકર મત કરો મેડમ,'' સામેથી ખારો અવાજ આવ્યો ''આજ ઉસ કો સામને આકર ઐસી હુલ દેતા હું કિ પેન્ટ ગીલી હો જાયેગી!''
''એક મિનિટ!'' હું જરા તપી ગઇ. પછી તરત મેં મારો અવાજ સાચવ્યો. ''ઉસ કી ઓફિસ પે મત જાના. વહાં સિક્યોરિટીવાલે હોતે હૈ.''
''અરે, બચ્ચા સમઝા હૈ ક્યા?'' પીટર અકળાયો. ''હમ ઉસ કો ઐસી જગા પે, ઔર ઐસે ટાઇમ પે લપેટ મેં લેંગે કિ આસપાસ સે કોઇ આ ન સકે.''
''તો ફિર વો કામ આજ હી હોના ચાહિયે, વરના પૈસે તો ભૂલ હી જાના, મૈં હી તુમ્હે અંદર કરવા દૂંગી.''
સામેના છેડેથી બે સેકન્ડ માટે કોઇ જવાબ ના આવ્યો. પીટર ઈબ્રાહીમ સમસમી ગયો હશે. એને થતું હશે, સાલી, યે દો ટકે કી ઔરત... પણ પછી તે આટલું જ બોલ્યો ઃ
''મેડમ... કામ આજ હી હોગા.''
એણે ફોન કટ કર્યો એની બીજી જ મિનિટે મને યાદ આવ્યું કે આજે તો શુક્રવાર હતો! રોહન અને શરબાનીનો 'રોમાન્સ-ડે'! રોહન અને શરબાની એકબીજાને જરૃર મળશે અને પછી કોઇ એકાંત જગાએ જશે...
રોહનના સફેદ જાંઘિયા પર પેલા પિન્ક લિપસ્ટીકના ડાઘ... મારા જ ફાર્મ હાઉસમાં મારી નજર સામે પેલી સળંગ પિસ્તાળીસ મિનિટ લાંબી કામક્રિડા... શરબાનીનું માંસલ મજબૂત શરીર... રોહનનો હાંફતો ચહેરો... બધું એકસાથે મારી નજર સામેથી મોન્ટાજની જેમ ઘૂમી ગયું. મારું લોહી ઊકળી ઊઠયું.
એક ક્ષણે તો થયું કે પીટર ઈબ્રાહીમને કહી દઉં કે ''ધમકી બમકી છોડો, ઉસે શૂટ કર ડાલો!'' પણ બીજી જ ક્ષણે મેં મારી જાતને સંભાળી. દામિની, તારે શરબાનીનું મર્ડર કરવાનું છે, રોહનનું નહિ. રોહનને તું બેહદ ચાહે છે, અને શરબાનીને સખ્ખત ધિક્કારે છે. કાંટો શરબાનીનો કાઢવાનો છે... અને એ પણ એવી રીતે કે રોહન પર પોલીસને શંકા સુધ્ધાં ન જાય.
મેં ઝડપથી વિચારવા માંડયું. પીટર ઈબ્રાહીમ રોહનનો ગમે એટલો પીછો કરે, એને છેક રાત્રે તે સ્પોર્ટસ ક્લબમાંથી નીકળે ત્યાં સુધી કોઇ ચાન્સ મળવાનો નથી. રોહન જ્યારે શરબાની સાથે ક્યાંક જતો હશે ત્યારે જ એના પર જાનલેવા હુમલો થશે. સવાલ એ હતો કે એ હુમલો ક્યાંક છાપે ચડી ગયો તો?
તો પોલીસ રોહનને શરબાની વિશે સત્તર જાતના સવાલ પૂછશે! એ તો ઠીક, પણ જ્યારે હું શરબાનીને પતાવી નાંખીશ ત્યારે પોલીસ પહેલી શંકા મારી ઉપર કરશે...
મેં ઝડપથી ડિસીઝન લીધું ઃ રાત્રે સ્પોર્ટસ ક્લબમાંથી જ્યારે રોહન અને શરબાની સ્ક્વૉશની ગેઇમ ખેલીને બહાર નીકળે ત્યારે હું ગેટ પર સામે ઊભી હોઇશ! જોઇએ, પીટર ઈબ્રાહીમમાં કેટલોક દમ છે...
* * *
રાત્રે નવેક વાગ્યે હું મારી રેડ શેવરોલેટ લઇને સ્પોર્ટસ ક્લબની બહાર પહોંચી ગઇ. ડ્રાઇવરને મેં કહ્યું ''બાહર ખડે રહો. જાના હોગા તબ બુલાઉંગી.''
હું કારમાં બેઠી બેઠી રોહન અને શરબાની બહાર નીકળે એની રાહ જોતી રહી. આખરે પંદર-વીસ મિનિટ પછી એ લોકો નીકળતાં દેખાયાં.
કારમાંથી નીકળી હું સડસડાટ એમની સામે પહોંચી ગઇ.
''હાય રોહન!''
મને અચાનક આવેલી જોઇને રોહન ચોંકી ગયો. શરબાની તો વધારે ચોંકી ગઇ, પણ એણે એના હાવભાવ તરત છુપાવી દીધા.
''હાય દામિની, વૉટ અ સરપ્રાઇઝ!'' રોહન બોલ્યો ''શું વાત છે, તું અહીં?''
''બસ એમ જ!'' હસીને મેં શરબાનીના માથાથી પગ સુધી નજર ફેરવતાં કહ્યું, ''થયું કે આજે તારા ફ્રેન્ડઝને મળીએ.''
''ઓ શ્યોર!'' રોહન ફોર્મલ થઇ ગયો. ''શરબાની, ધીસ ઈઝ માય વાઇફ દામિની, એન્ડ દામિની, આ શરબાની દાસગુપ્તા છે. એ સ્ક્વૉશ બહુ સારું રમે છે.''
''આઇ કેન સી ધેટ ફ્રોડમ હર બોડી!'' મેં શરબાની તરફ જોઇને કહ્યું. શરબાનીનું ચપોચપ ટી-શર્ટ પરસેવાથી ભીનું થઇ ગયું હતું જેના લીધે તેની બ્રાનો કોરો ભાગ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. ટી-શર્ટની નીચે ટાઇટ શોર્ટ્સ હતી, જેમાંથી એની માંસલ જાંઘો પ્રદર્શિત થઈ રહી હતી.
'નાઈસ ટુ સી યુ શરબાની.' મેં એની જોડે હાથ મિલાવ્યા.
એના પંજાની પક્કડ મજબૂત હતી. મારી નાજુક પાતળી આંગળીઓને જોરથી દબાવતાં એણે પણ કટ મારી 'સેઈમ હિયર, દામિની! સો, વોટ આર ધ ગેઈમ્સ યુ પ્લે?'
'હાઈડ એન્ડ સીક? આઈ સ્પાય?' મેં નફફટાઈથી જવાબ આપ્યો. 'હસબન્ડને ફોલો કરતી વાઈફો બીજું શું રમતી હોય?'
'કમ ઓન દામિની' રોહન હસવા લાગ્યો. 'તું કંઈ મને ફોલો નથી કરતી. મન્ડે ટુ ફ્રાઈડે આઈ એમ ઓન માય ઓવ્ન...'
'પણ આજે ફ્રાઈડે છે ને!' મેં શરબાની સામે જોઈને રહસ્યમય રીતે આંખો નચાવી. 'શરબાની, આજે તો તું પણ ફ્રી હશે. કોઈ સ્પેશીયલ પ્રોગ્રામ તો નથી ને?'
શરબાની અને રોહન એકબીજા સામે જોવા લાગ્યા. મને સખ્ખત મઝા પડી રહી હતી, આ રીતે કબાબમાં હડ્ડી બનવાની! મેં કહ્યું, 'રોહન, વ્હાય ડોન્ટ યુ ઈન્વાઈટ હર ટુ અવર ફાર્મ હાઉસ? શરબાની, તેં અમારું ફાર્મ હાઉસ જોયું છે?'
એ 'હા' ક્યાંથી પાડે? આઈ મિન, એને 'ના' પાડવા સિવાય છૂટકો જ ક્યાં હતો? બિચારીનું મોં જોવા જેવું હતું! હજી એ કંઈ જવાબ આપે એ પહેલાં મેં કહી દીધું, 'નથી જોયું ને? તો આજે ત્યાં જ જઈએ! શરબાની, ડોન્ટ વરી અબાઉટ યોર કાર. આપણે રોહનની મર્સિડીઝમાં જઈએ છીએ. મારી શેવરોલેટ ડ્રાઈવર ઘરે મૂકી જશે અને શરબાની, તારી યલો નેનો...'
મેં જાણી જોઈને 'નેનો' બોલતાં મારું મોં સહેજ બગાડયું, 'તારી નેનો પણ મારો ડ્રાઈવર તારા ઘેરે મૂકી જશે. આફ્ટર ઓલ ડ્રાઈવરો હોય છે શેના માટે!'
'વેલ, ડ્રાઈવર તો મારો પણ છે.' શરબાનીએ મોબાઈલ કાઢ્યો. એને કહી દઉં છું કે અહીંથી નેનો લઈ જાય અને મારી સિલ્વર હોન્ડા સિટી...' એણે ફોન પર હથેળી મૂકતાં મારી તરફ જોયું. જાણે એ બતાડવા કે મારી પાસે હોન્ડા સિટી છે! '... દામિની, મારી હોન્ડા સિટી અહીં મૂકી જવા કહું ને?'
'નો વે!' મેં કહ્યું, 'રોહન તને તારા ઘરે ડ્રોપ કરી જશે. ખરુંને રોહન?'
રોહન બિચારો કમ્પ્લીટલી કન્ફ્યુઝ થઈ ગયો હતો! એક તો એમના ફ્રાઈડે નાઈટના 'પ્રોગ્રામ'માં મેં ફાચર મારી હતી, ઉપરથી જાણે શરબાની મારું ફાર્મ હાઉસ જોયું જ ના હોય તેમ એને ઈન્વાઈટ કરી હતી અને છેલ્લે એવી પણ હિટ આપી કે રોહન પોતે જ શરબાનીને 'ડ્રોપ' કરવા 'એકલો' જશે! મતલબ કે 'ચાન્સ' તો હજી છે!
શરબાનીના ચહેરા ઉપર બદલાતા હાવભાવ જોવાની પણ મને મઝા પડી રહી હતી! ઈન ફેક્ટ. આજે બબ્બે થ્રિલ એકસામટાં ભેગાં થવાનાં હતાં... કારણ કે પીટર ઈબ્રાહીમ રોહન ઉપર હુમલો કરવાનો ચાન્સ પણ હવે જ લેશે!
* * *
અમે લોકો રોહનની મર્સિડીઝમાં બેઠાં. રોહન ડ્રાઈવિંગ સીટ ઉપર અને શરબાની તથા હું પાછળની સીટમાં.
સ્પોર્ટસ કલબથી નીકળતાં પહેલાં શરબાનીએ એનાં કપડાં બદલી લીધાં હતાં. અત્યારે તે બ્લેક કલરના સ્લીવલેસ વનપિસમાં હતી. મારી મર્સિડીઝની સીટમાં તે મારી તરફ મોં કરી, એનો એક પગ બીજા પગ ઉપર ચડાવીને, આરામથી રીલેક્સ થઈ બેઠી હતી. એનું હૃષ્ટપુષ્ટ બોડી મને જલાવી રહ્યું હતું. એના પગની એડીઓ, પિંડીઓ અને જાંઘો મર્સિડીઝની ડીમ ઈન્ટિરિયર લાઈટમાં પણ માદક રીતે ચમકી રહી હતી. ટાઈટ ફીટિંગ બ્લેક વન-પિસમાં એની છાતી પણ વધારે ઊભાર સાથે બહાર આવી રહી હતી.
એની સામે મેં પણ સેક્સી વસ્ત્રો પહેર્યાં હતાં. મારું બ્રોડ કોલર્સવાળું વ્હાઈટ અર્ધ-પારદર્શક શર્ટ અંદર પહેરેલી બ્લેક બ્રાનું રીવોલેશન કરી રહ્યું હતું અને મારું સ્કીન ટાઈટ લાઈટ બ્લુ જીન્સ મારી કમર અને નિતંબના વળાંકને એન્હાન્સ કરી રહ્યું હતું. કમાલની વાત એ હતી કે મર્સિડીઝની પહોળી આરામદાયક સીટ પર અમે બન્ને સામસામે એક જ પોઝમાં બેઠાં હતાં !
છતાં બેશક, એ મારા કરતાં વધારે સેક્સી લાગી રહી હતી. મેં એને છંછેડવાનું નક્કી કર્યું.
'સો શરબાની, વોટ આર યુ? મિસ શરબાની, મિસિસ શરબાની ઓર...'
'બેમાંથી એકેય નહીં.' શરબાનીએ એના બોયકટ ઝુલફામાં આંગળાં પરોવી ગરદનને ખુલ્લી કરી. 'હું મિઝ લખાવું છું. એમઝેડ.'
'ઓ...' હું બનાવટી હસી. 'એમાં ઘણી બધી પોસિબિલીટીઝ ખુલ્લી રહે છે!'
'પોસિબિલીટી નહિ, ઓપોર્ચ્યુનીટી.' શરબાની એકદમ 'કુલ' હતી. 'મારા માટે મેરેજ એક ઓપોર્ચ્યુનીટી છે.'
'આઈ સી, તો તે કેટલી ઓપોર્ચ્યુનીટી... એન-ક્રેશ કરી છે?' મેં ટીવી ઈન્ટરવ્યુઅરની અદામાં સવાલ પૂછ્યો.
'એક જ' એણે ઠાવકાઈથી જવાબ આપ્યો. 'યુ સી અમેરિકામાં મને રજત બહલ મળી ગયો. એ હેન્ડસમ, ઈડિયટ અને મિલીયોનેર ત્રણેય હતો. મેં એની સાથે મેરેજ કર્યા. બે વરસમાં ડિવોર્સ લીધા . ત્યાં ડિવોર્સ ફટાફટ મળે છે, યુ સી? આઈ ગોટ અ ફેટ ફિક્ટીન મિલીયન ડોલર્સ...'
'વાઉ!' મેં કટાક્ષ કર્યો. 'ધેટ્સ ક્વીક બિઝનેસ!'
'દામિની, આ દુનિયામાં આગળ વધવું હોય તો પુરુષને જ શોર્ટ કટ તરીકે યુઝ કરવો પડે છે. અહીં સ્ત્રીઓની રેગ્સ ટુ રીચીઝની સ્ટોરીઝ હોતી જ નથી.'
'વોટ ડુ યુ મિન?'
'ડોન્ટ બિ સો ઈગ્નોરન્ટ દામિની!' એણે આંગળીઓ વડે બોયકટ વાળ પાછળ કર્યા. 'એવી વારતાઓ પુરુષોની જ હોય છે... ધીરુભાઈ અંબાણી કાપડની ફેરી કરતાં કરતાં ઉદ્યોગપતિ બની ગયા, કરસનભાઈ ઘેર ઘેર વોશિંગ પાવડર વેચતાં કરોડપતિ બન્યા, બિલ ગેટ્સ કોલેજ ડ્રોપ આઉટ હતો... પણ ઈજિપ્તની મહારાણી કિલઓપેટ્રા ? એણે યુદ્ધો નહોતાં જીત્યાં, માત્ર પુરુષોને પરાસ્ત કર્યા હતા.'
હું દંગ થઈ ગઈ. આ શરબાની તો સાવ મુંહ-ફટ નીકળી! એક ક્ષણ માટે મારા હોઠ પર સવાલ આવી ગયો કે 'ડીયર, એમ જ હોય તો મારા રોહનની પાછળ શા માટે પડી છે? એમાં પરાસ્ત કરવા જેવું છે શું?'
પરંતુ એ પૂછવાનો કોઈ અર્થ નહોતો. કારણ કે હું જાણતી હતી કે રોહન તો એના માટે માત્ર 'ટાઈમપાસ' છે. અને એટલે જ મારું લોહી એક્દમ ગરમ થઈ ગયું. મારો ગુસ્સો છુપાવવા મેં પાછળની બાજુ મોં ફેરવી લીધું...
ત્યાં જ મારી નજર પડી. અમારી મર્સિડીઝની પાછળ એક ઉઘાડી જીપ અને બે બાઈક સતત પીછો કરતાં આવી રહ્યાં હતાં...
રસ્તો સુમસામ હતો. અમે શહેર છોડીને હાઈવે પર આવી ચૂક્યાં હતાં. બે પાંચ મિનિટ પછી પેલી જીપ ઓવરટેક કરીને અમારી આગળ નીકળી. બે બાઈક લગોલગ પાછળ હતી.
હુમલો કોઈ પણ ક્ષણે થઈ શકે તેમ હતો.
ત્યાં જ રોહને કાર ધીમી કરી. 'લુક શરબાની, આવી ગયું અમારું ફાર્મ હાઉસ.'
બન્ને બાઈકો આગળ નીકળી ગઈ.
હુમલો ટળી ગયો હતો. મર્સિડીઝ ફાર્મ હાઉસના ગેટમાં દાખલ થઈ.
* * *
'વાઉ! વોટ અ બ્યુટીફૂલ પ્લેસ!' શરબાની જાણે પહેલીવાર અહીં આવી હોય એ રીતે બોલી ઊઠી.
મને બે થપ્પડ ઠોકી દેવાનું મન થઈ આવ્યું. છતાં મેં સ્માઈલ આપીને કહ્યું, 'વિલ યુ હેવ સમથિંગ કોલ્ડ ઓર સમથિંગ હોટ? કારણ કે ફ્રાઈડે સેટરડે સન્ડે અહીં નોકરો નથી હોતા.'
'ઓ, રીયલી?' હલકટ શરબાનીએ બનાવટી આશ્ચર્ય બતાડયું. એ હજી બીજા બે લાફાને લાયક હતી.
અંદર દાખલ થયા પછી એ અમારા વિશાળ સ્વિમિંગ પુલને જોતાં જ બોલી ઊઠી, 'વાઉ! યુ હેવ સચ અ વન્ડરફૂલ સ્વિમિંગ પુલ હિયર!'
'એન્ડ ધ બ્યુટી ઈઝ...' રોહને કહ્યું, 'પાણીનું ટેમ્પરેચર ઓટોમેટિકલી એડજસ્ટ થાય છે. આટલી ઠંડીમાં પુલનું પાણી એની મેળે સહેજ હૂંફાળું થઈ જાય છે. ઈટ્સ અ ફ્રેન્ચ ટેકનોલોજી.'
'વાઉ!' શરબાનીએ સેન્ડલ કાઢીને એના પગની પાની પાણીમાં બોળી.' 'ધીસ ઈઝ સો ટેમ્પ્ટિંગ! નહાવાનું મન થઈ જાય એવુ છે! શું કહે છે રોહન?'
રોહન બબૂચકની જેમ ચૂપ થઈ ગયો. હું તરત જ સમજી ગઈ કે અહીં આ જ સ્વિમિંગ પુલમાં એમણે નહાતાં નહાતાં પણ...
મેં તરત કહ્યું, 'ધેટ્સ અ ગુડ આઈડિયા! શરબાની, તને ખબર છે? રોહન ઈઝ અ ગ્રેટ સ્વિમર!'
'સો એમ આઈ!' શરબાની બોલી, 'ગ્રેટ તો નહિ, હું અચ્છી તૈરાક છું. પણ અહીં સ્વિમિંગ કોસ્ચ્યુમ...'
'છે ને!' મેં તરત કહ્યું 'મારો સ્વિમિંગ કોસ્ચ્યુમ છે ને! જોકે તને સ્હેજ ટાઈટ પડશે.'
'ઓહ, આઈ લાઈક થિંગ્સ ટાઈટ!' શરબાનીએ નફ્ફટાઈથી મારી સામે આંખો નચાવી.
મને સખ્ખત ગુસ્સો આવી રહ્યો હતો છતાં મારે જોવું હતું કે આ બેશરમ બાઈ કેટલી હદે જઈ શકે છે. મેં કહ્યું, 'સો, ગો એહેડ. હું જરા ડ્રિંક્સ બનાવીને આવું છું. ત્યાં સુધી તમે બન્ને સ્વિમિંગ પુલમાં પહોંચી જાવ. અંદર વોર્ડરોબમાં બધા કોસ્ચ્યુમ્સ છે. રોહન તને બતાડશે.'
બિચારા રોહનની હાલત કફોડી હતી. બિન્દાસ શરબાની મારો જ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને મારી જ સામે રોહન સાથે નહાવા પડવા થનગની રહી હતી. હું કિચન તરફ જાઉં કે તરત એ રોહનની 'છેડતી' કરવાનું પણ શરૃ કરશે... આ વાત હું માત્ર જાણતી જ નહોતી, રોહનના બધવાયેલા ચહેરા ઉપર 'લખેલી' વાંચી શક્તી હતી!
હું ફ્રીઝમાંથી આઈસ વગેરે કાઢીને ડ્રિંક્સ બનાવતી હતી ત્યાં પીટર ઈબ્રાહીમનો ફોન આવ્યો. 'મેડમ, યે ક્યાં? આપ ભી સાથ મેં હૈ?'
'ક્યું? મુઝ સે ડર લગતા હૈ?' મંે તડાક દઈને પૂછ્યું. એ કંઈ બોલ્યો નહિ. મેં કહ્યું,
'હમ એકાદ ઘન્ટે મેં યહાં સે વાપસ નિકલેગેં... હમલા અભી હોના ચાહિયે...'
મેં ફોન કટ કરી નાંખ્યો.
મારું હાર્ટ ધકધક કરી રહ્યું હતું. એટલા માટે નહિ કે હવે રોહન પર હુમલો થવાનો હતો, પણ એટલા માટે કે હવે મારે શરબાનીને મારા જ સ્વિમિંગ કોસ્ચ્યુમમાં જોવી પડશે.
* * *
શરબાની એકદમ સ્ટનિંગ લાગી રહી હતી. એક તો એનું હૃષ્ટપુષ્ટ, માંસલ, મજબૂત સ્પોર્ટસવુમનનું શરીર... ઉપરથી મારી ટૂંકી સાઈઝની રેડ કલરની વન-પિસ બિકીની...
બાળપણથી અત્યંત ખૂબસૂરત છોકરીઓને જોતાં જ મને બહુ જ વિચિત્ર ફીલિંગ્સ થઈ આવે છે. એક તરફ શરીરમાં એવું જોશ ઊપડે છે કે એ છોકરીને પકડીને, જકડીને, મચડીને કાચી ને કાચી ખાઈ જાઉં ! તો બીજી તરફ દિમાગમાં એવું ઝનૂન ઊપડે છે કે કોઈ ડ્રેક્યુલાની જેમ એની ગરદનમાં દાંત ખૂંપાવીને એનું લોહી ચૂસીચૂસીને એને ખતમ કરી નાંખું!
નવેમ્બર મહિનાની ગુલાબી ઠંડીમાં આ બન્ને આગ મારા શરીરમાં ધગધગી રહી હતી. મારું શરીર તો ઢાંકેલું હતું કારણ કે હું સ્વિમિંગ પુલના કિનારે બેઠી હતી પણ શરબાનીનું શરીર ઉધાડું હતું!
મારી જ નજરો સામે રોહન અને શરબાની સ્વિમિંગની રેસ લગાવી રહ્યાં હતાં...
બે ક્ષણ માટે થયું કે પીટર ઈબ્રાહીમ રોહનને બદલે ડાયરેક્ટ શરબાની ઉપર જ જાનલેવા હુમલો કરે તો કેટલું સારું!
પણ એ હુમલામાં કંઈક સાવ જ અણધાર્યું થવાનું હતું, જેની મને પણ કલ્પના નહોતી.
(ક્રમશઃ)Jay Nagar