રિવોલ્વર કંઈ મોલમાં વેચાતી ચીજ નથી.
અને આ કાંઈ અમેરિકા નથી કે આપણે ગન-શોપમાં જઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આઇ.ડી. પ્રુફ બતાડીએ કે તરત જ ડોલર ચૂકવીને રિવોલ્વર ખરીદી શકીએ.
આ ઇન્ડિયા છે.
ફિલ્મોમાં મર્ડર કરનારાં પાત્રો અચાનક કબાટમાંથી રિવોલ્વર કાઢે છે, એમના ટેબલના ડ્રોઅરમાં પિસ્તોલ પડી હોય છે, હીરોઇનો તો પર્સમાં એવી રીતે નાનકડી પિસ્તોલ લઈને ફરતી હોય છે કે જાણે એવી રિવોલ્વરો બ્યુટી-પાર્લરોમાં મળતી હોય છે.
પણ રિયલ લાઇફમાં રિવોલ્વર મેળવવી મુશ્કેલ છે.
મારે કોઈ પણ હિસાબે મારા પતિને 'સેક્સ-ટોય' તરીકે વાપરી રહેલી શરબની દાસગુપ્તાને ખતમ કરવી જ હતી. અને રિવોલ્વર સિવાય મારી પાસે બીજો કોઈ ચોઇસ જ નહોતો. મેં બધા ઓપ્શન વિચારી જોયા હતા.
જેમ કે, હું શરબાનીનું ગળું ઘોંટી શકું ? ઇમ્પોસિબલ. શબરની દાસગુપ્તા સ્પોર્ટ્સ વુમન છે. સ્કવોશ રમીરમીને એનાં બાવડાં અને ખભા કોઈ પુરુષના જેવા મજબૂત થઈ ગયાં હશે. સળંગ ત્રણ- ત્રણ કલાક ઉછળકૂદ કરીને રમનારી આ બાઈ શરીરે પણ મારા કરતાં ડેફીનેટલી મજબૂત હતી, જ્યારે હું ? મારી કાયાને પાતળી નમણી અને ફેશન મોડેલ જેવી રાખવાની ઘેલછામાં અડધો વખત પૂરું લંચ કે ડિનર પણ લેતી નહોતી.
હું એનું ગળું ઘોંટવા જાઉં, એમાં પૂરેપૂરા ચાન્સીસ હતા કે શરબાની જ મારી ઉપર ચડી બેસે.
એ પછીનો બીજો ઓપ્શન હતો શરબાનીને પોઇઝન પીવડાવીને મારી નાખવાનો. ઓ. કે. આ જરા ઇઝી ઓપ્શન ખરો, પણ એના માટે મારે શરબાનીનો વિશ્વાસ જીતવો પડે. એની સાથે ફ્રેન્ડશીપ કરવી પડે. એના પછી ક્યારેક એને ઘેર બોલાવીને કે રેસ્ટોરન્ટમાં લઈ જઈને એના ડ્રીંક્સમાં કે ચા-કોફીમાં પોઇઝન ભેળવી દેવાનું રિસ્ક લેવું પડે. આ રિસ્ક ખતરનાક હતું.
ખતરનાક એટલા માટે કે પોલીસ ઇન્કવાયરી કરે ત્યારે સૌથી પહેલાં એ જ તપાસ કરે કે મરતા પહેલા શરબની છેલ્લે કોને મળી હતી ? નેચરલી, એમાં હું જ ફસાઈ જાઉં એટલે સૌથી ઇઝી ઓપ્શન રિવોલ્વરનો હતો.
પણ રિવોલ્વર મળે ક્યાં ? મારી કોલેજમાં મારી સાથે ભણતી સોનલ તિવારી નામની એક જૂની ફ્રેન્ડ જે આજકાલ એક ઇંગ્લીશ ન્યૂઝ પેપરમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે જોબ કરે છે, એની જોડે વાતવાતમાં મેં આ સવાલ કર્યો ત્યારે મને ખબર પડી કે લાયસન્સથી રિવોલ્વર ખરીદવામાં સત્તર જાતની જફા છે. એટલું જ નહિ, ગોળીઓનો પણ હિસાબ આપવો પડે છે.
પણ સોનલ તિવારીએ સિગારેટનો કશ લેતાં મને જે સવાલ કર્યો એનાથી જ મને રસ્તો જડી ગયો. એણે પૂછ્યું, 'કેમ દામિની ? રોહનના જીવને કંઈ જોખમ છે ? કોઈની ધમકીઓ આવે છે ?'
બસ, એ જ ઘડીએ મારા દિમાગમાં એક કાચા પ્લાને આકાર લેવાનું શરૃ કર્યું...
રોહનને ઓપન માર્કેટમાંથી રિવોલ્વર લેવા માટે તો જ કહી શકાય, જો એના જીવ પર કોઈ જોખમ ઊભું થાય... અને જીવનું જોખમ ઊભું કરવાની જરા જોખમી ગેઇમ રમી લેવા હું તૈયાર હતી.
એક નમતી બપોરે મેં મારા ડ્રાઇવરને કહ્યું, ''ખારાનગર લે લો.''
''ખારાનગર ?'' ડ્રાઇવર અટક્યો, ''મેડમ, વો તો એકદમ ઝોંપડપટ્ટી એરિયા હૈ.''
''પતા હૈ.'' મેં ઠંડકથી કહ્યું, ''વહા એક દેશી દારૃ કી ભઠ્ઠી હૈ વહાં જાના હૈ.''
ડ્રાઇવર બિચારો કન્ફ્યુઝ થઈ ગયો. એ હજી કંઈ નવો સવાલ કરે એ પહેલાં મેં બીજો ધડાકો કર્યો, ''પીટર ઇબ્રાહીમ નામનો એક માણસ ત્યાં દારૃનો અડ્ડો પણ ચલાવે છે. એને મળવાનું છે.''
ડ્રાઇવરનું મોં જોવા જેવું હતું. ''મેડમ, પીટર ઇબ્રાહીમ તો ગુન્ડો છે !''
''ખબર છે.'' મેં પાછલી સીટ પર મારા બન્ને પગ ત્રાંસા કરીને કારમાં ગોઠવેલા સોફ્ટ પીલો પર મારી પીઠ ટેકવતાં કહ્યું, ''સવાલ મત કરો, ખારાનગર લે ચલો.''
હકીકતમાં આ બધી જ ઇન્ફરમેશન મેં પેલી સોનલ તિવારી પાસેથી મેળવી હતી. જેથી એ બોલી કે, ''તારા હસબન્ડના જીવને જોખમ છે ? એના પર કોઈની ધમકીઓ આવે છે ?'' તરત જ મારું દિમાગ વીજળીની ઝડપે ચાલવા લાગ્યું હતું.
મારા રોહનને કોણ ધમકીઓ આપી શકે ?... કોણ એનો જીવ લેવાની હદ સુધી જઈ શકે ?... તરત જ મને યાદ આવ્યું કે, છેલ્લા ત્રણેક મહિનાથી રોહન ખારાનગર વિસ્તારમાં આવેલી એક જમીનનો સોદો કરવાની માથાકૂટ કરી રહ્યો હતો. પરંતુ સોદો થતો નહોતો કારણ કે એ જમીન પર ખારાનગરની બસ્તીના લોકોએ કાચાં મકાનો અને ઝૂંપડાં બાંધી દીધાં હતાં.
સોનલ તિવારી આગળ મેં એ જ વાત કાઢી. મેં કહ્યું, 'ખારાનગરની એક જમીનના સોદામાં રોહનને ટેન્શન થઈ રહ્યું છે.'
સોનલે કહ્યું, ''થાય જ ને ? ત્યાં પેલા પીટર ઇબ્રાહિમ નામના બુટલેગરનું રાજ ચાલે છે. એની તો ત્યાંં ગેરકાયદેસર દેશી દારૃની ભઠ્ઠી પણ ધમધમે છે. ઉપરથી દારૃનો અને જુગારનો અડ્ડો તો ખરો જ. તારો હસબન્ડ એ જમીનમાં ક્યાં પડયો ?''
''હવે પડયો છે તો હું થોડી રોકી શકું ?'' મેં કહ્યું, ''પણ યાર, સોનલ, મને ચિંતા થાય છે. આ પીટર ઇબ્રાહીમ ખરેખર ડેન્જરસ છે ?''
''ડેન્જરસ ખરો પણ જરા સમજ...'' સોનલ તિવારીએ રેસ્ટોરન્ટના ટેબલ પર પડેલી એશ-ટ્રેમાં એની સિગારેટ બુઝાવતાં મને ગોલ્ડન એડવાઇઝ આપી ''પૈસા કોને નથી ગમતા ? તું રોહનને સમજાવ કે પીટર ઇબ્રાહિમને કાયદાથી નહિ, રૃપિયાથી મનાવવો પડશે. બાકી પીટર દિલનો અચ્છો માણસ છે. બિચારાની મા ગયા વરસે મરી ગઈ ત્યારે કોઈ હિન્દુની જેમ એણે આખી બસ્તીના લોકોને લાઇનબંધ બેસાડીને મિષ્ટાન્ન જમાડયા હતા. બિચારો એની માને બહુ ચાહતો હતો.''
બસ, આ બે વાત મારા દિમાગમાં ફીટ થઈ ગઈ. એક પૈસો અને બીજી મા...
મારી રેડ કલરની લક્ઝુરિયસ શેવરોલેટ કાર ખારાનગર ઝૂંપડપટ્ટીના મેઇનરોડ આગળ પહોંચી ત્યારે મેં એક ચોક્કસ જગાએ કારને અટકાવી. અહીં રોડની સામેની સાઇડે એક વ્યવસ્થિત લાગતી 'રેડરોઝ' નામની રેસ્ટોરન્ટ હતી, જેના નામની નિયોન સાઇન નીચે લખ્યું હતું, ''વીથ ફેમીલી રૃમ.''
મેં ડ્રાઇવરને કહ્યું, ''તુમ કાર યહાં છોડકર અંદર પૈદલ જાઓ. પીટર ઇબ્રાહિમ કો ઢુંઢો ઓર ઉસે બોલો કે એક મેડમ આપ સે બાત કરના ચાહતી. હૈ, મગર વો અંદર નહીં આ સકતી ઉસે મેરા મોબાઇલ નંબર દેના.''
કારના દરવાજા બંધ કરીને ડ્રાઇવર ગયો. શેવરોલેટનું એ.સી. મેં ચાલુ રખાવ્યું હતું. કારણ કે મારે ઠંડા દિમાગથી કામ લેવાનું હતું.
જો હું આ ઝગારા મારતી શેવરોલેટ લઈને ખારાનગરની બસ્તીમાં જાઉં તો જાણે કોઈ નવી નવાઈનું કૌતુક આવ્યું હોય તેમ ગલીના છોકરાં કારની પાછળ દોડતા થઈ જાય ! મારી કાર પીટર ઇબ્રાહિમના અડ્ડા આગળ ઊભી રહે અને હું એમાંથી ઊતરીને અડ્ડામાં જાઉં તો આખા એરિયામાં વાત ફેલાઈ જાય કે પીટરદાદાને મળવા કોઈ હાઇફાઈ બાઇ આવી હતી ! વાત ઊડતી ઊડતી કદાચ રોહન સુધી પણ પહોંચી જાય... કહેવાય નહિ. એટલે જ મેં પીટરને બહાર બોલાવવાનું નક્કી કર્યું હતું.
થોડીવાર પછી મારા મોબાઇલમાં પીટરનો ફોન આવ્યો ઃ ''કોન, મેડમ બોલ રહી હો ?''
''દેખો, મૈં તુમ સે મિલના ચાહતી હું, મગર મેં અંદર નહી આ સકતી. ક્યા આપ બહાર આ સકતે હૈ ?''
''ક્યું ?'' સામેથી કર્કશ ખારા અવાજમાં સવાલ ફેંકાયો.
મારી પાસે જવાબ તૈયાર હતો. ''ક્યું કિ મામલા પચાસ લાખ કા હૈ, શાયદ સાઠ લાખ કા.. ઔર વો પૈસે આપ કો મિલ સકતે હૈ.''
''મગર આપ બોલ કોન રહી હૈ ?''
''ક્યું, ડરતે હો મુજ સે ?'' હું સપાટ અવાજે બોલતી હતી. ''મેં પુલીસવાલી યા સીબીઆઇવાલી નહીં હું. ઇન ફેક્ટ, તુમ મુઝે જાનતે હો. મિલોગે તો પહચાન લોગે...''
સામે છેડે બે ચાર સેકન્ડ સુધી શાંતિ છવાઈ રહી. પછી કર્કશ ખારો અવાજ આવ્યો. ''ઠીક હૈ, મિલતા હું...''
દસેક મિનિટ પછી મેં શેવરોલેટના ટીન્ટેડ ગ્લાસવાળી બારીમાંથી જોયું. મારા ડ્રાઇવરની પાછળ પાછળ એક ઊંચો, મેલાંઘેલાં કપડાં અને ચાર દિવસની વધેલી દાઢીવાળો માણસ આવી રહ્યો હતો. એ એકલો જ હતો. આજુબાજુ એના ફોલ્ડરો નહોતા.
એ કારની નજીક આવ્યો કે તરત મેં દરવાજો ખોલીને એને અંદર બોલાવ્યો, ''પ્લીઝ, અંદર બેઠીએ.''
પીટર ઝૂકીને અંદર આવ્યો. પાછલી સીટ પર મારી બાજુમાં બેઠો. હું જાણીજોઈને એ રીતે બેઠી હતી પીટરને મારી અડોઅડ બેસવું પડે. અજાણ્યા પુરુષને ઓળખવાની આ મારી ટેકનિક છે. પુરુષ કોઈ અજાણી સ્ત્રી, એમાં ય ખાસ કરીને હાઇ-સોસાયટીની યુવાન સ્ત્રીની અડોઅડ બેસે ત્યારે એની બોડી-લેંગ્વેજ પરથી એના સ્વભાવની અને ખાસ કરીને એની દાનતની ખબર પડી જાય છે.
પીટરના ચહેરા પર હજી પરસેવો હતો. એ.સી. ગાડીમાં બેઠા પછી એણે આમતેમ જોયું. મારી અડોઅડ બેસવાનું એને ફાવતું નહોતું. એ જરા પાછળ ખસ્યો.
''યહીં પર બાત કરેંગે ?'' એણે બારીની બહાર નજર નાખતાં પૂછ્યું.
''તો ઔર કહાં ?'' મેં સ્માઇલ આપ્યું.
એ જરા ગૂંચવાયો. આમતેમ જોતાં એની નજર પેલી 'રેડ રોઝ' રેસ્ટોરન્ટ પર પડી. નેચરલી એણે જ સજેસ્ટ કર્યું, ''વહાં બેઠ સકતે હૈ ?''
''ઓ. કે.''
કારનો દરવાજો ખોલી હું બહાર નીકળી. બીજી તરફથી એ પણ બહાર નીકળ્યો. રોડ ક્રોસ કરીને અમે રેડ રોઝ રેસ્ટોરન્ટ તરફ ગયાં એ મારી આગળ ચાલી રહ્યો હતો.
અંદર જઈને એ આમતેમ જોઈ બેસવાની જગ્યા શોધી રહ્યો હતો. મેં હવે સજેસ્ટ કર્યું ઃ
''વો ફેમિલી રૃમમેં બેઠે ? પ્રાયવસી રહેગી.''
''ઠીક હૈ.''
વેઇટરે ફેમિલી રૃમનો દરવાજો ખોલી આપ્યો. ચાર ફૂટ બાય પાંચ ફૂટના રૃમમાં અમે સામસામેની સીટો પર બેઠાં હવે એ જરા રિલેક્સ લાગી રહ્યો હતો.
''ક્યા લેંગી આપ ?''
''બિયર મિલેગી ?'' મેં મજાક કરી, ''એરિયા તુમ્હારા હૈ...''
''ક્યું નહિ મિલેગી ?'' એણે ફટાફટ વેઇટરને બોલાવીને બે બિયર મંગાવવાની સૂચના આપી.
હવે એણે મારી તરફ ધ્યાનથી નજર ફેરવી. હું આજે સાવ જુદા જ ગેટ-અપમાં હતી. મેં સ્લીવલેસ વ્હાઇટ બ્લાઉઝ ઉપર સિલ્કની વ્હાઇટ સાડી પહેરી હતી. સાડીનો છેડો મેં શરૃઆતમાં મારા ખભા પરથી જાણીજોઈને સરકવા દીધો હતો, પણ એની નજર અને બોડી લેંગ્વેજમાં સહેજ ખચકાટ દેખાયો એટલે મેં સાડી મારા ખભા ફરતે વીંટાળી લીધી. મેં મારી આંખો પર કાળા ગોગલ્સ પહેરી રાખ્યા હતા. જેથી બારીકાઈથી હું એની વર્તણૂક જોઈ શકું.
એના શ્યામવર્ણા ખરબચડા ચહેરા પર ચાર દિવસની વધેલી દાઢીમાં ક્યાંક ક્યાંક સફેદ વાળ દેખાઈ રહ્યા હતા. માથાના વાંકડિયા વાળમાં કંઈ વિચિત્ર વાસવાળું તેલ નાખેલું હતું. ડાર્ક ગ્રીન કલરના કોટન શર્ટના ખુલ્લા બટનમાંથી એના છાતીના ગુચ્છાદાર વાળ દેખાઈ રહ્યા હતા. એની આંખો કાં તો નશાના કારણે કાં તો ઉજાગરાના કારણે ફૂલી ગયેલી લાલઘૂમ હતી. મારા કાળા ગોગલ્સમાંથી હું એને ધારીધારીને જોઈ રહી હતી એ દરમ્યાન એના પર વારંવાર ફોન આવી રહ્યા હતા. બધાને 'બાદ મેં ફોન કરતા હૂં' કહીને એ પતાવી રહ્યો હતો.
દરમ્યાન વેઇટર બિયર ભરેલા બે મગ મૂકી ગયો.
એક મગનું હેન્ડલ એની તરફ ફેરવતાં મેં એના મોબાઇલ તરફ ઈશારો કર્યો, 'અભી યૈ સાયલેન્ટ હો સકતા હૈ ?'
'ઓ. કે.' પીટર ઇબ્રાહિમે તરત જ મોબાઇલ સાયલન્ટ પર મૂક્યો. બિયરનો મગ ઉઠાવી બેચાર મોટા ઘૂંટ ભર્યા.
''અભી બોલો.'' એણે ઓલમોસ્ટ અડધો મગ ખાલી કરીને ટેબલ પર મૂકી દીધો હતો.
''તુમ્હે મેરા એક કામ કરના હૈ.'' મેં મારા બિયરના મગને હાથ પણ નહોતો લગાડયો. ''પૂરે પચાસ લાખ મિલેંગે.''
''પૈસા બાદ મેં'' પીટર ઇબ્રાહિમે શર્ટની બાંય વડે હોઠ લૂછ્યા ''પહલે યે બતાઓ કિ તુમ હો કૌન.''
''ક્યું ? નહિ પહેચાના ?'' હું હસી.
એણે ધારીધારીને મારા ચહેરા સામું જોયું. પછી માથુ ધુણાવ્યું ''ના.''
''મેરા નામ સુનોગે તો પહચાન જાઓગે.'' મેં બિયરનો સાવ નાનકડો સીપ લીધા પછી કહ્યું, ''દામિની... મિસિસ દામિની રોહન ગુપ્તા...''
મારું નામ સાંભળતા જ એ ચોંક્યો. લાલઘૂમ આંખો વડે મારી સામે જોતો રહ્યો. પછી ફરી શર્ટની બાંય વડે હોઠ લૂંછતા બોલ્યો, ''તો તુમ રોહન ગુપ્તા કી બીવી હો ? ક્યા સોચતી હો, મૈં પચાસ લાખ મેં બિક જાઉંગા ? બસ્તી ખાલી કરવા દુંગા ?''
''નહીં. ખાલી નહીં કરની હૈ... યે તો બસ્તી કો ખાલી નહીં કરને કા પૈસા હૈ.'' મેં કહ્યું.
''મૈં સમજા નહીં.''
''સમજાતી હૂં.'' મેં કહ્યું, ''જુઓ, હું બહુ આશા લઈને તમારી પાસે આવી છું. મારો હસબન્ડ બહુ પહોંચેલી માયા છે. એ તો તમારી બસ્તી ખાલી કરાવીને જ રહેશે.''
''ઇતના આસાન નહીં હૈ !''
''આસાન હૈ.'' મેં ઠંડા કલેજે કહ્યું. ''જરા કલ્પના કરો પીટરભાઈ, એક શુક્રવારની સાંજે પોલીસ આવીને અચાનક તમારી ધરપકડ કરી નાખે છે. કારણ કંઈ પણ બતાડે છે. પોલીસને કારણ શોધતાં વાર નથી લાગતી. એ લોકો તમારી જ નહીં, તમારા ખાસ ખાસ માણસોને પણ અંદર કરી દે છે. બીજા દિવસે મહિનાનો ચોથો શનિવાર છે. એ પછી રવિવારે છે. કોર્ટો સોમવારે અગિયાર વાગે ખૂલશે... એમની પાસે પૂરા અડતાલીસ, પ્લસ બીજા બાર કલાક છે. એ સાઇઠ કલાકમાં સૌથી પહેલા તો મારા હસબન્ડના બુલડોઝરો તમારો દારૃનો અડ્ડો અને દારૃની ભઠ્ઠી તોડી નાખશે...''
પીટર ઇબ્રાહિમ કંઈ બોલવા ગયો. મેં ઇશારાથી એને અટકાવ્યો.
''તમારી આખી જગા ગેરકાયદેસર દબાણની છે, ભૂલતા નહિ. અને બીજું, તમે પોલીસને ગમે એટલો હપ્તો ખવડાવતા હો, પણ એનાથી અનેકગણા રૃપિયા માત્ર ૬૦ કલાકમાં મળતા હોય તો પોલીસ શું કરશે ? રોકડી જ કરશે ને ?''
પીટર ચૂપ થઈ ગયો. મેં ચાલુ રાખ્યું ઃ
''છતાં પીટરભાઈ, હું ઇચ્છું છું કે આ જમીનનો સોદો ના થાય. એનું એક ખૂબ જ પર્સનલ કારણ છે.''
''શું ?''
''કારણ એ છે...'' મેં મારો અવાજ રડવા જેવો કરી નાખ્યો ''કે હું જન્મે ક્રિશ્ચિયન છું ! મારા હસબન્ડને આ વાતની ખબર જ નથી. હકીકતમાં મારી મા આ જ બસ્તીમાં રહેતી હતી... મારા લંપટ બાપે એને ખરાબ કરી... કારણ કે મારી કહેવાતી માને છોકરાં જ થતાં નહોતાં. એકવાર મારો જન્મ થઈ ગયો. હું થોડી મોટી થઈ ગઈ પછી મારા બાપે મારી અસલી માને ઘરમાંથી કાઢી મૂકી...''
મેં ડૂસકું ભર્યું, ''એ પછી મેં એને કદી જોઈ નથી. પીટરભાઈ, તમારા એરિયામાં ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે ને ?''
''હા છે ને !''
''બસ, એમાં જ ક્યાંક મારી માની એકાદ ભાંગેલીતૂટેલી કબર હશે.'' મેં ગોગલ્સમાં આંગળી નાખીને આંસુ લૂછવાનો અભિનય કર્યો. ''હું તો બસ એટલું જ ઇચ્છું છું કે એ કબ્રસ્તાન પણ સલામત રહે અને આ બસ્તી પણ સલામત રહે. એક દીકરીની આ સચ્ચી ખ્વાઇશ છે પીટરભાઈ...''
મેં જોયું કે પીટર ઇબ્રાહીમની આંખો ભીની થઈ ગઈ હતી ! તીર બિલકુલ નિશાન ઉપર લાગ્યું હતું. સોનલ તિવારીએ મને કહ્યું હતું કે, પીટર એની ઘરડી માને ખૂબ જ ચાહતો હતો. એ જ વાતનો મેં ફાયદો ઉઠાવીને આખી બોગસ વારતા ઘડી કાઢી હતી.
''ઓ. કે. મેડમ'' પીટરે એની આંખો લૂછી ઃ ''મૈં આપ કા કામ કરુંગા. મગર કરના ક્યા હૈ ?''
''સિર્ફ ધમકી દેની હૈ...'' મેં કહ્યું, ''મારો હસબન્ડ રોહન બહુ ડરપોક છે. તમે એને ફોન પર એવી જબરદસ્ત ધમકી આપો કે એના ટાંટિયા હલી જાય ! એકવાર એને એની જાનનું જોખમ લાગશે તો પછી એ ભલભલો સોદો ફોક કરતાં વિચાર નહીં કરે.''
''બસ ? સિર્ફ ધમકી કા પચાસ લાખ ?''
''પચીસ લાખ ભરેલી બેગ મારી કારની ડેકીમાં પડી છે. તે એડવાન્સમાં લેતા જજો. જો સોદો ફોક થશે તો બાકીના પચીસ લાખ પણ મળશે... પણ તમારી ધમકી એવી જબરદસ્ત હોવી જોઈએ કે રોહનના હાંજા ગગડી જાય.''
''ઠીક હૈ. આપ ઉનકા પર્સનલ ફોન નંબર દે દો. બાકી કા અતાપતા મૈં લગા લૂંગા.'' પીટર ઇબ્રાહિમે બીજીવાર બિયરનો મગ ઉઠાવ્યો અને એક જ ઝાટકે પૂરો કરી નાખ્યો.
* * *
બીજા દિવસે રાત્રે રોહન જ્યારે ઓફિસેથી ઘેર આવ્યો ત્યારે લગભગ સાડા આઠ થઈ રહ્યા હતા. મેં એનો ચહેરો બરાબર જોયો, ક્યાંય કશો ગભરાટ, ડર કે ટેન્શન દેખાતા નહોતા.
મને ધ્રાસકો પડયો ઃ પીટર ઇબ્રાહિમ પચીસ લાખ લઈને પાણીમાં બેસી ગયો કે શું ? એણે હજી ધમકીનો એક પણ ફોન કેમ નથી કર્યો ?
ત્યાં જ રોહનના ફોનમાં રિંગ વાગી
''હલો ?'' કહીને એણે ફોન ઉપાડયો. સામે છેડેથી કંઈક મોટા અવાજો આવતા લાગ્યા. રોહનનો ચહેરો તંગ થતો ગયો. એની ભ્રમરો સંકોચાઈ રહી હતી. એની આંખોમાં ગુસ્સો વર્તાઈ રહ્યો હતો. અચાનક સામેવાળાની વાત કાપીને બોલી ઊઠયો ઃ
''અબે જા જા ! તેરે જૈસે બહોત દેખે ! ક્યા કર લેગા તું ? ઓય, એક બાત કાન ખોલ કે સુન લે... તેરે જૈસે અપ્પુ-ટપ્પુ કી ધમકીયોં સે મેં ડરનેવાલા નહીં, સાલે ! આજ તો તેરી બાત સુન લી. કલ ફિર સે ફોન કિયા તો તેરી બસ્તી મેં આકર તુઝે ઠોક ડાલુંગા ! સમજા ક્યા ?''
રોહનના આ તેવર જોઈને હું તો ડઘાઈ જ ગઈ.
''શું થયું રોહન, કોનો ફોન હતો ?''
''અરે છે કોઈ મવાલી !'' રોહને ટાઇ ઢીલી કરી, ''સવારથી આ પાંચમો ફોન છે. પણ એ સાલાને ખબર નથી કે એના જેવા કંઈકની સાથે હું પનારો પાડી ચૂક્યો છું.''
મારા પગ અચાનક ઢીલા થઈ ગયા. રોહનને ધમકીનો ડર જ નથી લાગતો ?
- તો પછી એ રિવોલ્વર શી રીતે ખરીદશે ?
Read More..Jay Nagar