Novel: Murder 4 લવ,Chapter:3


પિસ્તાળીસ મિનિટ...
પૂરી પિસ્તાળીસ મિનીટ સુધી મારો પતિ રોહન અને પેલી હૃષ્ટપુષ્ટ કાયાવાળી ઊંચી યુવાન સ્ત્રી મારા જ ફાર્મ હાઉસમાં મારી જ નજરો સામે રતિક્રિડા કરતાં રહ્યાં.
ફાર્મ હાઉસની વિશાળ બારીઓ કે અંદર ઝળહળતી લાઈટો, બેમાંથી એક પણ બંધ કરવાની એમને પડી નહોતી.
લાકડાની પૂતળી બનીને હું આખો તમાશો મારા જ ફાર્મ હાઉસની કમ્પાઉન્ડ વોલ પાસે ઊભી ઊભી એ જ મિની બાયનોક્યુલર વડે જોઈ રહીહતી, જે મારા રોહને મને હનીમુન ગિફટ તરીકે પેરિસમાં 'લિડો-શો' જોતાં પહેલાં આપ્યું હતું.
પેલો 'લિડો-શો' હતો. દુનિયામાં એની નગ્નતાનાં નહિ, એની કલાત્મકતાનાં વખાણ થાય છે. જ્યારે અહીં ચાલી રહેલા 'ઓપેરા'માં શું હતું?
મારી છાતીમાં ધગધગતો લાવા એક જવાળામુખી બનીને ફાટી પડવાની તૈયારીમાં હતો. પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો.
મેં ધાર્યું હોત તો એ જ ઘડીએ અંદર ધસી જઈને પેલી સ્ત્રીની ઉછાડી છાતી પર બે લાત ઠોકી દીધી હોત. પણ એનાથી શું મળત? કદાચ એ નફ્ફટ સ્ત્રી સામી છાતીએ મને એમ પૂછી બેસે કે, 'રોહનને મારી પાસે આવતો રોકવાની તારામાં તાકાત છે ખરી?'
એનો મારી પાસે શું જવાબ હોત?
આખરે રોહન અને પેલી સ્ત્રી થાકીને ઢળી પડયાં પછી જ જાણે મારા પૂતળા જેવા બની ગયેલા શરીરમાં જીવનો સંચાર થયો. મને થયું, 'હજી અહીં ઊભી રહીને શું કરવાનું છે?'
હું પાછી વળી ગઈ.
ઘરે પહોંચી ત્યાં સુધીમાં જાણે હું આખેઆખી નિચોવાઈ ગઈ હતી. શું કરવું તેની કંઈ સૂઝ પડતી નહોતી.
રોહન રાત્રે સાડા દસ વાગે આવ્યો. હું તેની રાહ જોતી ડાઈનિંગ ટેબલ પર બેસી રહી હતી.
મને જોતાંની સાથે જ તે મારી પાસે દોડી આવ્યો. 'ડાર્લિંગ, આર યુ ઓલરાઈટ? શું થયું છે તને?'
'મને? મને કંઈ નથી થયું.' મેં ઉડાઉ જવાબ આપવાનો પ્રયાસ કર્યો.
'લુક એટ યુ હની...' રોહને મારા હાથ પકડી લીધા. 'તારું આખું શરીર જાણે જોન્ડીસ થયો હોય એમ ફિક્કું પડી ગયું છે. તારી આંખો લાલઘૂમ દેખાય છે, અને તારું કપાળ....'
મારા કપાળ પર હાથ મૂક્તાં જ એ ચોંકી ગયો. 'ઓ માય ગોડ! તને તો સખત તાવ છે... તેં કંઈ દવા-બવા લીધી કે નહિ?'
'નો રોહન, આઈ એમ ફાઈન.'
 'વોટ ફાઈન. નથિંગ ડુઈંગ.' રોહને મારો હાથ પકડીને મને ઊભી કરી. 'યુ  જસ્ટ રિલેક્સ ઈન ધ સોફા, આઈ એમ કોલિંગ ધ ડોક્ટર.'
રોહને ફટાફટ ડોક્ટરને ફોન કરીને બોલાવ્યા. ડોક્ટરે, મને થોડી દવાઓ આપતાં કહ્યું, 'ડોન્ટ વરી, યુ જસ્ટ નીડ સમ રેસ્ટ.'
'બટ હાઉ કેન આઈ' રેસ્ટન' મારાથી બોલી જવાયું 'મારા મનને શાંતિ નથી.'
હું બોલતાં તો બોલી ગઈ પણ ડોક્ટરના ગયા પછી રોહને એ વાત એકદમ દિલ પર લઈ લીધી. મને મારા બેડરૃમ સુધી લઈ જઈ, પલંગ પર સુવાડી, મારી બાજુમાં અડોઅડ બેસીને એ પૂછવા લાગ્યો ઃ
'હની, વોટ ઈઝ ઈટ? તારા મનને શાંતિ કેમ નથી?'
'જવા દેને, યુ નો માય માઈન્ડ! ઈટ ઈઝ ઓલવેઝ રેસ્ટલેસ.'
'ઓફકોર્સ, યુ ડુ નીડ સમ રેસ્ટ' રોહન તરત બોલી ઊઠયો. 'બોલ, તારા માટે કંઈ લેમન જ્યુસ કે એવું કંઈક બનાવી લાવું? મ્યુઝિક પ્લે કરું? કે પછી તને શાવરબાથ આપું?'
હું રોહનને જોતી જ રહી ગઈ. શું આ એ જ રોહન છે જે બે કલાક પહેલાં...
'રોહન, તું જમ્યો?'
'મારી ચિંતા ના કર. તાવ તને આવ્યો છે, મને નહિ.' રોહને મારી વાત જ ઉડાડી દીધી. 'તને શું જોઈએ છે એ બોલ...'
'ઓ ડાર્લિંગ...' હું ભાવુક થઈ ગઈ. 'મને કંઈ નથી જોઈતું.' મેં એનો હાથ પકડયો. 'રોહન, જસ્ટ બિ વિથ મિ...'
તમે નહિ માનો, એ પછી છેક સવાર સુધી રોહન ખાધા પીધા વિના આંખનું એક પણ મટકું માર્યા વિના મારી પાસે બેસીને જાગતો રહ્યો. મને માથામાં સહેજ દુઃખાવો જેવું લાગતું હતું. મેં રોહનને કહ્યું. તરત એણે મારું માથું એના ખોળામાં લઈ લીધું અને હળવે હળવે મારા કપાળ પર, મારા વાળમાં, મારી ગરદન પાછળ એ માલિશ કરતો રહ્યો...
મને ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબર પણ ના રહી. કદાચ ડોક્ટરની દવામાં એકાદ માઈલ્ડ ઊંઘની ગોળી હશે.
રાત્રે ત્રણેક વાગે મારી આંખ ખૂલી તો હું દંગ થઈ ગઈ! મારું માથું હજી રોહનના ખોળામાં હતું અને હજી એની આંગળીઓ મારા વાળમાં ફરી રહી હતી...
ઓહ ગોડ... મને વિચાર આવ્યો, 'રોહન લવ્સ મિ સો મચ? એ મને ખરેખર ખૂબ જ પ્રેમ કરતો હશે, નહિતર મારી આંખ મિચાઈ જાય પછી એને સૂઈ જતાં કોણે રોક્યો હતો?'
રોહન હજી પ્રેમભરી નજરે મારા ચહેરા તરફ જોઈ રહ્યો હતો. મારી આંખો ખૂલ્યા પછી એના ચહેરા પર સ્માઈલ આવ્યું.
'સરસ ઊંઘ આવી ગઈને? બોલ, હવે કંઈક ઠંડું પીવું છે? હું તને મિલ્ક જ્યુસ બનાવી આપું?'
'રહેવા દે રોહન.' મારા ચહેરા પર હવે તાજગી હતી. મેં એના ખોળામાં આળોટતાં આળસ મરડી.
'રોહન, મને એક વિચાર આવતો હતો.'
'બોલ ને!'
'સપોઝ...' મેં કહ્યું 'ધારો કે હું મરી જાઉં તો?'
'શટ અપ. એવી વાહિયાત વાતો નહિ કરવાની.'
'વાહિયાત વાત નથી. આઈ એમ સિરીયસ.'
'તું જરાય સિરીયસ નથી. એક  સહેજ તાવ આવે એમાં કોઈ મરી ના જાય.'
'હું આજની વાત નથી કરતી.'
'ઓકે. તો કાલે મરવાનું પ્લાનિંગ છે?'
હું હસી પડી.
'ના રોહન, સિરીયસલી. મને જવાબ આપ. ધારો કે મને કંઈક થઈ જાય... હું મરી જાઉં, તો?'
'તું મારી પાસે બોલાવવા શું માગે છે?' રોહનના ચહેરા પર રમતિયાળ સ્મિત હતું. 'તું મરી જાય પછી હું તારી યાદમાં દેવદાસ બનીને રડતો ફરું? કે પછી શાહજહાં બનીને તારી યાદમાં તાજમહેલ બનાવડાવું? વોટ ડુ યુ વોન્ટ મિ ટુ સે?'
'નો રોહન.' મેં એની છાતીનાં બટનમાંથી હાથ પરોવ્યો. 'મારી હથેળી તારા દિલ ઉપર છે. તું મને સાચેસાચું કહે, હું મરી જાઉં તો?'
રોહન ચૂપ થઈ ગયો. એના દિલની ધડકનો સ્થિર થઈને ધીમી થવા લાગી. છાતીમાં એક ઊંડો શ્વાસ ભર્યો તે જાણે મારી હથેળીમાં સ્પર્શી ગયો.
'દામિની, આઈ એમ નથિંગ વિધાઉટ યુ! તારા વિના મારું અલગથી અસ્તિત્વ જ ક્યાં છે? હું જે કંઈ છું, એ માત્ર તારા અને તારા જ કારણે છું.'
હું એના ચહેરા તરફ જોઈ રહી. મારી હથેળી બરોબર એના હાર્ટ ઉપર હતી. એના ધબકારામાં લેશમાત્ર થડકો નહોતો. શું એ ખરેખર સાચું બોલી રહ્યો હશે?
અને જો એ સાચું બોલી રહ્યો હોય તો મારા ફાર્મ હાઉસમાં મેં જોયું એ શું હતું? માત્ર એક શારીરિક આકર્ષણ?
હું રોહનના ખોળામાં ફરી માથું નાંખીને સૂઈ ગઈ. પરંતુ મારા મનની ભીતરમાં ખળભળાટ શરૃ થઈ ગયો હતો. જો એ માત્ર શારીરિક આકર્ષણ હોય તો નેચરલી, એમાં હાર તો મારી જ થવાની હતીને? કારણ કે પેલી સ્ત્રીનું માંસલ, હુષ્ટપુષ્ટ અને સ્પોર્ટસ-વુમન જેવું મજબૂત શરીર ફરી મારી આંખ સામે તરવરી ઊઠયું.
મારી છાતીમાં માંડ માંડ શાંત પડેલો પેલો લાવા ફરી લાલાશ પકડી રહ્યો હતો.
* * *
શનિ-રવિ દરમ્યાન મેં રોહનને મારી ભીતર પડેલા લાવાની એક ઊની આંચ પણ આવવા દીધી નહિ.
સોમવારે જેવો તે ઓફિસે ગયો કે તરત મેં સ્પોર્ટસ કલબમાં ફોન લગાડયો.
'હલો, હું દામિની ગુપ્તા બોલું છું. તમારી કલબમાં પેલાં એક ગ્રેસફૂલ લેડી છે ને, જે સ્કવોશ રમે છે? એનું નામ શું?'
'ઓહો, એ? એમનું નામ તો શરબાની દાસગુપ્તા છે.'
'શું? મેં બરોબર સાંભળ્યું નહિ, મિસિસ...?'
'મિસિસ કે મિસ નહિ,' સ્પોર્ટસ કલબનો મેનેજર જરા હસ્યો. 'એ પોતાના નામ આગળ એમઝેડ લગાડે છે. મિઝ શરબાની દાસગુપ્તા.'
'વાઉ, ધેટ્સ ગ્રેટ.' મેં કહ્યું, 'મને જરા એમનું રેસિડેન્સીયલ અને ઓફિસ એડ્રેસ આપોને? શી સિમ્સ ટુ બિઅ વેરી ઈન્ટ્રેસ્ટીંગ પરસન.'
'શી ઈઝ, મેડમ...' કહીને પેલા મેનેજરે મને શરબાની દાસગુપ્તાની કોન્ટેક્સ ડીટેઈલ્સ આપી દીધી.
પછીનું કામ સહેલું હતું. આઠ દસ ઠેકાણે ફોન કરવાથી મને શરબાનીની લગભગ તમામ ઈન્ફરમેશન મળી ગઈ.
પાંચ ફૂટ આઠ ઈંચ ઊંચી શરબાની હકીકતમાં એક ડિવોર્સી હતી. મૂળ એ કોલકત્તાની હતી પણ અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનું ભણવા ગઈ ત્યારે કોઈ રજત બહલ નામના પંજાબીના પ્રેમમાં પડી હતી. એમનું મેરેજ માત્ર બે જ વરસ ટક્યું. અમેરિકામાં જ ડિવોર્સ થયા, એટલે શરબાનીને એલિમોનીમાં તગડી રકમ મળી હતી.
એ પછી શરબાનીએ એક અમેરિકન પાર્ટનર સાથે એક નવી સોફટવેર ડેવલપમેન્ટ કંપની ચાલુ કરી હતી. પછી એ કંપની અમેરિકાની કોઈ મોટી મલ્ટીનેશનલ સોફટવેર કંપનીને બહુ તગડી રકમમાં વેચી દીધી હતી. હવે એ જ મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીની ઈન્ડિયન બ્રાન્ચની ચીફ પબ્લિક રીલેશન ઓફિસર બનીને તે અહીં રહેવા લાગી હતી. તેની પાસે કંપનીનો પોશ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, શોફર ડ્રિવન કાર અને અમેરિકન ડોલરમાં પાંચ આંકડાના પગારનું પેકેજ હતું.
જેમ જેમ મને શરબાનીની વિગતો મળતી ગઈ તેમ તેમ હું વધુ ને વધુ નરવસ બની રહી હતી. આ બાઈ તો બહુ મોટી માયા હતી! મારો રોહન આમાં શી રીતે લપટાયો?
રોહનના અને શરબાનીના સંબંધો, એટલે કે શરીર સિવાયના સંબંધો, કેવા હશે એની કલ્પના કરવી મારા માટે જરા મુશ્કેલ હતી. પણ એક વાત તો ક્લિયર હતી કે શરબાની વોઝ અ ડોમિનેટીંગ વુમન.
પણ જે રીતે હું રોહન ઉપર મારો હુકમ ચલાવતી હતી એવી જ રીતે શરબાનીએ એને ગુલામ બનાવીને રાખ્યો હશે? કે પછી રોહન શરબાની માટે માત્ર એક ટાઈમપાસનું સેક્સ-ટોપ હતું?
આ 'સેક્સ-ટોપ'ના વિચારથી મને જ ચીતરી ચડી ગઈ. શું શરબાની મારા રોહનનો માત્ર 'યુઝ' કરતી હતી?
જે હોય તે, જો હું મારા રોહનને પ્રેમ કરતી હોઉં, (જેમાં લેશમાત્ર શંકા નહોતી) અને રોહન જો હજીયે મને એટલો જ પ્રેમ કરતો હોય (જે એના વર્તન પરથી તો લાગતું હતું) તો હવે એક જ ઉપાય હતો.
શરબાનીને 'એલિમિનેટ' કરવાનો!
* * *
ઈન્સ્પેક્ટર સાહેબ, શરબાનીને ખતમ કરવાનો વિચાર મારા મનમાં ધીમે ધીમે ચોક્કસ આકાર ધારણ કરી રહ્યો હતો. પરંતુ હું કોઈ મવાલીને સોપારી આપીને એનું મર્ડર નહોતી કરાવવા માગતી. કારણ કે એ ડફોળ મવાલી જો પોતાની ઓળખના પુરાવા ક્યાંક છોડી આવ્યો હોય તો એ પકડાયા વિના ના રહે. અને જો પકડાયા પછી પોલીસના ડંડા ખાઈને એ ક્યાંક મારું નામ બકી મારે તો?
ના. મર્ડર તો મારે કરવું પડશે. અને એ પણ એ રીતે કે જેના છાંટા મારા રોહન ઉપર ના ઊડે.
પરંતુ એ કરવું શી રીતે? ખૂન કરવા માટે એકાદ હથિયાર તો જોઈશે ને? આ કંઈ અમેરિકા થોડુ છે કે ગન-શોપમાં જઈને રોકડા ડોલર આપી તાત્કાલિક રિવોલ્વર ખરીદી શકાય!
તો પછી રિવોલ્વર ક્યાંથી મેળવવી?
આ વિચાર મનમાં મમળવતાં મેં મારી કોલેજની એક જુની ફ્રેન્ડને યાદ કરી. જર્નાલિઝમનો કોર્સ કર્યા પછી આજકાલ એક ઈંગ્લિશ ન્યૂઝપેપરમાં તે ક્રાઈમ રિપોટિંગ વિભાગમાં જોબ કરતી હતી. એનું નામ સોનલ તિવારી.
હું સોનલને એક રેસ્ટોરન્ટમાં મળી. એ ખૂબ જ બદલાઈ ગઈ હતી. કોલેજમાં એ સીધી સાદી પંજાબી સલવાર કમીઝ સિવાય કશું પહેરતી નહોતી, પણ આજકાલ એ જીન્સ અને રફ-ટફ સ્ટાઈલનાં શર્ટ પહેરીને બાઈક પર ફરતી હતી.
મેં એને સાવ કેઝ્યુઅલી પૂછ્યુ, 'સોનલ, યાર આ રિવોલ્વર ક્યાંથી મળતી હોય?'
'ખુલ્લા બજારમાંથી ના મળે. એના માટે લાયસન્સ લેવું પડે. કોને જોઈએ છે?'
'એ છોડ. મને એ કહે કે લાયસન્સ મળતાં કેટલો ટાઈમ લાગે?'
'અરે, લાંબી જફા છે.' એ તો સિગારેટ પીતી થઈ ગઈ હતી. લાઈટરથી એક સિગારેટ સળગાવતાં એ બોલી, 'બહુ ટિડીયસ પ્રોસીજર છે. એ લોકો સત્તર જાતના સવાલો પૂછે છે. કોને જોઈએ છે, કેમ જોઈએ છે, કોના જીવને જોખમ છે, જોખમ હોવાનું કારણ શું, રિવોલ્વર ક્યાં રાખશો... એ બધું તો ખરું જ. ઉપરથી તમારે દર વરસે ગોળીઓનો હિસાબ આપવાનો.'
'ઓહો? તને તો સોલીડ નોલેજ છે!' મેં મસ્કો માર્યો. 'યાર, લાયસન્સ રિવોલ્વર સિવાય મેળવવાના બીજા કોઈ રસ્તા પણ હશે ને?'
'ઘણા રસ્તા છે. રૃપિયા વેરો એટલે બધું મળે!' એ હસવા લાગી. 'પણ દામિની, રિવોલ્વર જોઈએ છે કોને?'
'રોહનને.' મેં જરા સિરીયસ થઈને કહ્યું.
'કેમ? એના જીવને કંઈ જોખમ છે? કોઈની ધમકીઓ આવે છે?' એ સતર્ક થઈ ગઈ.
રોહનના જીવને કોઈ જ જોખમ નહોતું. પરંતુ સોનલના એ વાક્યથી અચાનક એ જ ઘડીએ મારા દિમાગમાં ફલેશલાઈટ થઈ!
રિવોલ્વર રોહન જ ખરીદશે... કારણ કે એના જીવ ઉપર એક જોખમ ઊભું થશે!
- આ જોખમ કઈ રીતે ઊભું કરવું? એનો મારી પાસે એક કાચો પ્લાન હતો...
  

Read More.. Jay Nagar