Novel: Murder 4 લવ,Chapter:2


એક શનિવારની સવારે જ્યારે હું વોશિંગ મશીનમાં નાંખવા માટે મારા પતિ રોહનનાં કપડાં અલગ કરતી હતી ત્યારે એના વ્હાઇટ અંડરવેર પર મેં આ પિન્ક લિપ્સટીકના ડાઘ જોયા.
એ જ ક્ષણે મારા અંગેઅંગમાં ધગધગતો લાવા ફરી વળ્યો...
હું દામિની છું. દામિની ગુપ્તા. ભલે હું શામળી, ખરબચડા ગાલવાળી અને પાતળી સોટા જેવી હોઉં, પણ રોહન મારો હસબન્ડ છે. પુરા એક હજાર હેન્ડસમ છોકરાઓમાંથી મેં મારી જાતે ચૂઝ કરેલો મોસ્ટ હેન્ડસમ હસબન્ડ છે. એની સરનેમ લગ્ન પહેલાં કોહલી હતી, પણ મેં બદલાવીને ગુપ્તા કરાવી છે.
આજે રોહન ગુપ્તા જે કંઇ છે એ મારા લીધે અને મારા ડેડી રાજહંસ ગુપ્તાની અઢળક મિલકતને લીધે છે. હવે એ જ રોહન બીજી કોઇ સાથે રંગીન ખેલ ખેલવા લાગ્યો?
એક ક્ષણ માટે તો થયું કે હમણાં ને હમણાં બેડરૃમમાં સૂતેલા રોહનની છાતી પર ચડીને એની સામે એનો આ જાંઘિયો ધરીને પૂછું કે ''બોલ, કોણ છે આ?''
પણ બીજી ક્ષણે હું અટકી ગઇ.
જો આ પિન્ક લિપસ્ટીકવાળી મારા કરતાં વધારે બ્યુટીફુલ હશે તો? મારા કરતાં વધારે પ્રેમાળ હશે તો? મારાં કરતાં વધારે સ્વીટ સ્વભાવની હશે તો?
ત્રણે સવાલોના જવાબો 'હા'માં આવવાની પૂરે પૂરી શક્યતા હતી. કારણ કે હું બ્યુટીફૂલ નથી, કાતિલ છું. પ્રેમાળ નથી, પઝેસિવ છું. અને સ્વીટ તો હરગિજ નથી, બલ્કે બિટર ચોકલેટ જેવી કડવી હોવાનો મને ગર્વ છે. અને તેથી જ શક્ય છે કે રોહન જો એના 'પ્રેમ'માં પડયો હોય તો?
તમામ શક્યતાઓ મારા મગજમાં કોમ્પ્યુટરના પ્રોગ્રામની જેમ 'રન' થવા લાગી... જો એ ખરેખર એના પ્રેમમાં પડયો હોય તો મારી સાથેનો સંબંધ તોડતાં એને બે મિનિટ પણ નહિ લાગે. એ ડિવોર્સ લઇ લેશે. આ બંગલો, મિલ્કત, બિઝનેસ બધું જ છોડીને જતો રહેશે!
આમેય લગ્ન પહેલાં એ ઓર્ડીનરી મિડલ ક્લાસ છોકરો જ હતો ને? એ તો એની જિંદગી એકડે એકથી શરૃ કરી લેશે. પણ પછી મારું શું?
પેરેલિસિસમાં પથારીવશ થઇ ગયેલા મારા ડેડીના બિઝનેસનું શું?
તમને થતું હશે કે પતિના જાંઘિયા પર એક લિપસ્ટીકનો ડાઘ જોઇને કોઇ પત્ની આટલું બધું વિચારી કાઢે? ના. દુનિયાની તમામ ઓર્ડીનરી વાઇફો જ્યાં ઇમોશનલ અને સેન્ટિમેન્ટલ થઇ જાય, ત્યાં આ દામિની ગુપ્તા એકદમ પ્રેક્ટીકલ થઇ શકે એવી છે. બિકોઝ આઇ એમ નોટ એન ઓર્ડીનરી વુમન.
હું એકસ્ટ્રા - ઓર્ડીનરી છું. બાળપણથી જ હતી, અને આજે પણ છું.
મેં ઝડપથી મારા હસબન્ડ રોહનનો અંડરવેર વોશિંગ મશીનમાં નાખવાને બદલે સાઇડમાં રાખી લીધો. મશીનમાં બીજાં કપડાં નાંખી દીધા બાદ એ જાંઘિયાના મેં મારા મોબાઇલમાં જુદા જુદા એન્ગલથી ફોટા પાડી લીધા. પછી બેડરૃમમાં જઇને મારા વોર્ડરોબમાં, મારાં અંતરવસ્ત્રોની વચ્ચે રોહનના જાંઘિયાને છુપાવી દીધો.
રોહન હજી બેડમાં આળોટી રહ્યો હતો.
આ શનિવારની સવાર હતી. સ્પેશીયલ મોર્નિંગ. રોહને મારા મેરેજથી લઇને આજ સુધી દર શનિવારે સેક્સી સેટરડે મોર્નિંગની ગિફ્ટ આપી છે. આ રિવાજ પણ મેં જ પડાવ્યો છે.
શુક્રવારે રાત્રે ભલે, એ ગમે એટલો મોડો. થાક્યોપાક્યો ઘેર આવે હું એને છેડતી નથી. એની બિઝનેસ મીટિંગો, ફેકટરી વિઝિટ કે બીજી ગમે તે લમણાંકૂટ હોય તેને રોહન શુક્રવારે રાત્રે જ પતાવવાનો આગ્રહ રાખતો. ભલે રાતના બાર વાગે.
પછી એ ઘરે આવીને ભરપેટ જમતો. અને ઘસઘસાટ ઊંઘી જતો. ઓલમોસ્ટ કોઇ લાશની જેમ એ પડખું પણ બદલ્યા વિના ઊંઘ કાઢતો. હું પણ આ રીતે ઊંઘવા દેતી.
પરંતુ શનિવારની પરોઢ થતાં થતાં એ લાશ જેવા શરીરમાં લાઇફનો સળવળાટ થતો. છતાં હું વેઇટ કરું... જ્યાં સુધી રોહનની થાકેલી કાયા સંપૂર્ણપણે આળસુ અને એદી ન બની જાય ત્યાં સુધી હું એની સાથે હળવી રમત રમ્યા કરતી. આખરે એક ક્ષણે એ ગરદનના ટચાકા ફોડીને, કમર અને છાતી વડે જોરદાર આળસ મરડીને મારી ઉપર તૂટી પડતો...
આ શનિવારની પરોઢે પણ રોહને મને ભરપૂર સંતોષ આપ્યો હતો. એ પછી ફરી લોથ બનીને એ સૂઇ રહ્યો હતો.
સંતોષની એ ક્ષણોમાં મને કલ્પના સુદ્ધાં નહોતી કે આગલી રાત્રે કોઇ પિન્ક લિપ્સ્ટીકવાળીએ એના અંડરવેર સાથે...
ફરી પેલો ધગઘગતો લાવા મારી છાતીમાં ફૂંફાડા મારવા લાગ્યો!
ફરી મેં મારી લાગણીઓને કાબૂમાં રાખી. ''દામિની... કન્ટ્રોલ યોરસેલ્ફ.. ડોન્ટ બી ઇમોશનલ... યુ નીડ ટુ પ્લાન...''
હા, મારે એક પ્લાનની જરૃર હતી. એ લિપસ્ટીકવાળી જે હોય તે, એને તો મારે ખતમ જ કરવાની હતી. પરંતુ એવી રીતે કે મારો રોહન મારાથી એક ઇંચ પણ અલગ ન થાય. બલ્કે કદાચ એ રીતે કે રોહન એની બાકીની જિંદગી સંપૂર્ણપણે મને જ ચીટકીને જીવતો રહે.
એ પ્લાન શું હશે એની મને એ વખતે ખબર નહોતી. શનિવારની એ સવારે મેં મનમાં નક્કી કર્યું કે ''દામિની, યુ આર જસ્ટ ગોઇંગ ટુ બિહેવ એઝ ઇફ એવરીથિંગ ઇઝ નોર્મલ. એન્જોય યોર વિક-એન્ડ ફર્સ્ટ... પછી જે વિચારવું હોય તે વિચારજે.''
અમારી મેરેજ લાઇફનાં વિક-એન્ડ હંમેશા સ્પેશીયલ રહેતાં હતાં. શનિ અને રવિ આ બે દિવસ અને બે રાત દરમ્યાન રોહન માત્ર મારો અને મારો ગુલામ બનીને રહેતો હતો. આ વિક-એન્ડ પણ મેં એ જ રીતે ઉજવ્યું.
અમે સાંજે બે-ત્રણ મોલમાં શોપિંગ કર્યું. સોરી, અમે નહિ મેં. શોપિંગ કરતી વખતે રોહન મારી પસંદ કરેલી ચીજોને હાથમાં ઉપાડીને મારી આજુબાજુ ફરતો રહે છે એ સીન મને બહુ જ ગમે છે! ખાસ કરીને ત્યારે, જ્યારે હું કપડાંની પસંદગી કરતી હોઉં તે વખતે તો રોહન ચેઇન્જીંગ રૃમની બહાર હાથમાં છ-છ ડ્રેસિસ પકડીને મારી રાહ જોતો ઊભો રહે છે! મોલમાં શોપિંગ કરતી ખૂબસૂરત છોકરીઓ અને ભદ્દી બેડોળ હાઉસવાઇફો મને જોઇને સખ્ખત જલી જાય છે!
શોપિંગ પછી અમે એક મોંઘા રેસ્ટોરન્ટમાં ડીનર લીધું. અહીં પણ મારી આદત મુજબ મેં ઓર્ડર કરેલી ડીશ બબ્બે વાર કેન્સલ કરાવી, ત્રણ વાર વેઇટરોને ખખડાવી નાંખ્યા અને પાંચ વાર મેનેજર પાસે 'સોરી' બોલાવડાવ્યું! આઇ જસ્ટ લવ ધીઝ ટેન્ટ્રમ્સ!
એની વે, ડિનર પછી બંગલે પાછા આવ્યા. દર શનિવારે રાત્રે મારા બંગલામાં મેં ખાસ બનાવડાવેલા હોમ થિયેટરમાં અમે એકાદ મુવી જોઇએ છીએ. મારું મોસ્ટ ફેવરીટ મૂવી 'આર્નોલ્ડ શ્વાત્ઝનેગરનું 'ટ્રુ લાઇઝ' છે. કારણ કે એમાં એની હીરોઇન જેમિ-લિ-કર્ટીસ મારા જેવી જ પાતળી અને થોડી કદરૃપી છે. મને બ્યુટીફૂલ હીરોઇનોવાળી મૂવીઝ કદી ગમતી જ નથી.
હોલીવૂડની રોમેન્ટીક ફિલ્મો પણ મને જરાય નથી ગમતી. હું મોટે ભાગે એવી હોરર મૂવીઝ પસંદ કરું છું જેમાં પેલો ખૂનનો તરસ્યો ખવીસ બ્યૂટીફુલ ક્યુટ છોકરીઓને બિવડાવીને એનાં લોહી પીતો હોય. જ્યારે જ્યારે હું ડ્રેક્યુલાને ખૂબસૂરત છોકરીને મજબૂત રીતે જકડીને તેનું લોહી પીતો જોઉં છું એ વખતે મને સખ્ખત થ્રિલ મળે છે. હું મનોમન કહું છું ઃ ''લેતી જા! આ જ લાગની છે તું!''
એ સિવાય હું રોહન સાથે ક્યારેક ઇમ્પોર્ટેડ સોફ્ટ પોર્ન મૂવીઝ પણ જોઉં છું. પરંતુ એમાં મારી સ્પેશીયલ ચોઇસ હોય છે. મને એવી જ પોર્ન મૂવીઝ પસંદ છે જેમાં એક અથવા એકથી વધુ સ્ત્રીઓ ભેગી મળીને પુરુષને બાંધીને, ચાબુક મારીને, ટોર્ચર કરીને પીડા આપ્યા પછી એને ભોગવતી હોય.
આવી સોફ્ટ પોર્ન મૂવી જોયા પછી હું રોહનને એ જ દ્રશ્યો એ જ રીતે ભજવવા કહું છું. રોહન બહુ ઓબિડીયન્ટ છે. ઇન ફેક્ટ, મારા ફિઝિકલ ટોર્ચર પછી એ મને ખૂબ જ વાઇલ્ડ રીતે સંતોષ આપે છે.
જોકે એ રાત્રે અમે 'ટ્રુ લાઇઝ' બારમી વાર જોયું.
ફિલ્મ જોતાં જોતાં મને પહેલીવાર વિચાર આવ્યો કે મારો રોહન પણ શ્વાત્ઝનેગરની જેમ પોતાની પેરેલલ લાઇફ મારાથી છુપાવી રહ્યો છે. માત્ર એ લાઇફ શોધવાની નથી, એની સેકન્ડ લાઇફની હીરોઇનને ખતમ પણ કરવાની છે...
સન્ડે મોર્નિંગ એઝ યુઝવલ લેઝી હતી.
મોડા ઊઠયા પછી અમે બંને જણાં અમારા સ્વિમિંગ પુલમાં પડયાં રહ્યાં. ડબલ ડોઝ કોફી અને ડબલ ચીઝ ઓમલેટ સેન્ડવીચીઝનો હેવી બ્રેકફાસ્ટ પણ સ્વિમિંગ પુલમાં તરી રહેલી ફ્લોટીંગ ટ્રે ઉપર જ પતાવ્યો.
બપોર પછી મેં રોહનને કહ્યું, ''ટેક મિ ફોર અ લોન્ગ ડ્રાઇવ..' રોહન કાર રીયલી સ્મૂધ ચલાવે છે. નવેમ્બર ડિસેમ્બરની ખુશનુમા આફટરનૂનમાં હું એની પાસે ઓપન રૃફવાળી કેડીલેક લેવડાવું છું. કુમળા સૂરજના તડકામાં હું રોહનની છાતી પર માથું ઢાળીને પડી રહું છું અને રોહન ડ્રાઇવ કરતો રહે છે. આવા વખતે કારમાં હું જૂનાં હિન્દી સોંગ્સ વગાડું છું.! ''જનમ જનમ કા સાથ હૈ...''
રોહન આવાં ગાયન વખતે બહુ અકળાય છે. ''દામિની, શું આવાં ટિપીકલ ફિલ્મી ગાયનો વગાડે છે?'' પણ હું કહું છું, ''ડાર્લિંગ ગાયન નહિ, એના વર્ડ્ઝ સાંભળ... યુ હેવ ટુ લવ મિ લાઇક અ ઓલ્ડ હિન્દી મૂવી હિરો..''
એ રવિવારે મારા પપ્પાના એક ફ્રેન્ડના બંગલે પાર્ટી હતી. હું રોહનને હંમેશા એવી પાર્ટીઓમાં લઇ જાઉં છું. જ્યાં પુરુષો ફાંદાળા હોય અને બૈરાંઓ જાડાં અને ફોગાઇ ગયેલાં હોય! ઓફ-કોર્સ,શહેરની હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં પણ જવાનું થાય છે પણ ત્યાં હું રોહનને ઝાઝો સમય ટકવા જ નથી દેતી. ગમે તે બહાનું કરી હું રોહનને પાર્ટીમાંથી બહાર ખેંચી લાવું છું. શહેરની હાઇફાઇ લેડીઝની નજરોથી હું મારા રોહનને હંમેશા દૂર જ રાખું છું.
અહીં પાર્ટીમાં ગોળમટોળ બૈરાંઓ હોવા છતાં મારા દિમાગમાં પેલો કીડો સળવળતો રહ્યો ઃ ''આમાંથી કઇ બૈરીએ પિન્ક લિપસ્ટીક લગાડી છે?''
એની વે,પાર્ટી પછી મેં રોહનને અમારા પોતાના ફાર્મ હાઉસ પર કાર લઇ જવા કહ્યું. અહીં ૧૦૦ મીટર બાય ૧૦૦ મીટરની લશ ગ્રીન લોન છે. ફ્રાઇડે, સેટર ડે અને સન્ડે આ ત્રણ દિવસ હું મારા ફાર્મ હાઉસના સ્ટાફને છુટ્ટી આપી દઉં છું જેથી ગમે ત્યારે જઇ ચડીએ તો ટોટલ એકાંત મળે.
એ રાત્રે અમે બન્ને મિલ્કી વ્હાઇટ ચાદર પાથરીને ચાંદનીના પ્રકાશમાં લોન પર જ સૂઇ ગયાં... આખરે... હા, આખરે મારું એ છેલ્લું પિસફૂલ વિક-એન્ડ પૂરું થયું.
સોમવારે સવારે રોહન ઓફિસે ગયો કે તરત મેં એની પર્સનલ ચીજો ફેંદવાનું શરૃ કર્યું. એના કબાટમાંથી તમામ કપડાં કાઢીને સૂંઘી જોયાં. એના સ્ટડી રૃમની તમામ ફાઇલો ફેંદી નાંખી. મને કંઇ જ મળ્યું નહિ.
પછી મેં એનો મોબાઇલ, એનું લેપટોપ અને એનું પર્સનલ કમ્પ્યુટર ચેક કરવાનું શરૃ કર્યું. રોહનની એપોઇન્ટમેન્ટ્સ નોટ્સ, હિસાબો, ડાયરી, મેસેજીસ, ઇન-કમિંગ કોલ્સ, આઉટ ગોઇંગ કોલ્સ.. ક્યાંય કશું અન-યુઝવલ દેખાતું નહોતું. હું ધીમે ધીમે હતાશ થઇ રહી હતી...
ત્યાં જ અચાનક મારા મગજમાં ફ્લેશ-લાઇટ જેવો સ્પાર્ક થયો.. ફ્રાઇડે!!
મેં જ રોહનને દર શુક્રવારે મોડે સુધી બિઝી રહેવાની છૂટ આપી હતી! એ ગમે એટલો મોડો ઘરે આવે, હું કદી નહોતી પૂછતી કે મોડું કેમ થયું? છતાં ડાહ્યા હસબન્ડની જેમ દર શુક્રવારે રોહન આવતાંની સાથે રીપોર્ટ આપતોઃ ''આજે ફોરેનની પાર્ટી સાથેની મીટિંગ બહુ ચાલી..'' ''આજે તો બધા એકાઉન્ટસ પતાવીને જ નીકળ્યો...'' વગેરે.
પણ હું સમજી ગઇ કે રાહુલ ફ્રાઇડેમાં જ પેલી પિન્ક લિપ્સ્ટીકવાળી સાથે કોઇ સેટિંગ ગોઠવતો હશે. અને એ પણ ઓફિસના કલાકો પછી જ....
એ શુક્રવારે મેં મારા ગેરેજવાળા પાસેથી એક જૂની મારુતિ કાર મંગાવી લીધી. એમ કહીને કે ''માત્ર રોહનની મર્સિડીઝ બરોબર ચાલે છે, એ સિવાયની ચારેય કાર ચાલતાં ચાલતાં અચાનક ગમે ત્યારે ઝટકા મારે છે! તમે અત્યારે જ મંગાવીને શનિ-રવિમાં ચેક કરી નાંખો અને ત્યાં સુધી મને ગમે તે સ્પેર કાર મોકલો. મારુતિ પણ ચાલશે.''
ગેરેજવાળાએ તાત્કાલિક એક મારૃતિ ફ્રન્ટી મોકલીને મારી ચારેચાર કાર મંગાવી લીધી. મારી આ ટાઇપની ફરિયાદોથી એ ટેવાઇ ગયો છે! એણે તો સોમવારે પાંચ-પચીસ હજારનું બિલ જ બનાવવાનું હતું ને!
મારુતિ ફ્રન્ટી ૨૦૦૨ના મોડલની હતી. રોહનના ઓફિસ બિલ્ડીંગથી થોડે દૂર પાર્ક કરીને હું સાંજથી જ એની રાહ જોતી બેસી રહી. છેવટે એ સાડા સાતેક વાગે નીકળ્યો. પોતાની બ્લેક મર્સિડીઝ એ જાતે જ ડ્રાઇવ કરે છે. મસ્રિડીઝ સ્ટાર્ટ થઇ. મેં એની પાછળ મારુતિ જવા દીધી.
રોહનની મર્સિડીઝ ત્યાંથી નીકળીને સ્પોર્ટ્સ ક્લબ પહોંચી. અહીં એની પાછળ પાછળ અંદર જવાય એમ નહોતું. જો કે ક્લબનું બિલ્ડિંગ વિશાળ છે. મોટા મોટા કાચની પારદર્શક પેનલોની આરપાર રોડ પરથી ઘણું દેખાય છે. મેં મારું નાનકડુ ચાર ઇંચનું ઓપેરા બાયનોક્યુલર કાઢ્યું. પેરિસમાં હનીમૂન વખતે ત્યાંનો ફેમસ 'લિડો-શો' જોતાં પહેલાં રાહુલે મને આ ડાયમન્ડથી જડેલું ઓપેરા બાયનેક ગિફ્ટ આપ્યું હતું.
મેં એના વડે ક્લબની કાચની દીવાલોની આરપાર જોવાની કોશિશ કરી, અહીં શહેરની ફેમસ હસ્તિઓ હતી પણ રોહન નજરે ચડયો નહિ. મેં સ્પોર્ટસ ક્લબના મેનેજરને ફોન લગાડયો. ''પ્લીઝ, તમે રોહનને ડિસ્ટર્બ ના કરતા, બટ આઇ જસ્ટ વોન્ટ ટુ નો, કે એ ત્યાં જ છે ને?''
મેનેજરે કહ્યું, ''મેડમ, રોહન સર સ્કવોશ રમે છે.''
''ઓકે'' કહીને મેં ફોન કટ કર્યો. રોહનને ટેનિસની આ જુદા પ્રકારની ગેઇમ રમવાનો બહુ જ શોખ છે. ક્યારેક તો એ કલાકો સુધી રમે છે. તો હવે શું કરવું?
મેં વેઇટ કરવાનું નક્કી જ કર્યું હતું. રાતના છેક સાડા નવે રોહન ક્લબની બહાર નીકળતો દેખાયો. એનાં ટી-શર્ટ અને શોર્ટસ પરસેવે રેબઝેબ હતાં. એની સાથે સ્કવોશ રમતા બીજા બે ત્રણ પ્લેયર પણ હતા. ઓપેરા ગ્લાસમાં હું અમસ્તી જ એમને જોયા કરતી હતી ત્યાં મારી નજર ચમકી!
એમાંની એક સ્કવોશ પ્લેયર એક યુવતી હતી! એ રોહન સાથે હસી હસીને વાતો કરી રહી હતી. તંદુરસ્ત, ઊંચી અને સુડોળ કાયા ધરાવતી એ યુવતીના બોય-કટ વાળને કારણે જ મારું પહેલાં ધ્યાન નહોતું પડયું!
બધા સાથે હાથ મિલાવીને એ છૂટી પડવા જતી હતી ત્યાં રોહન એની સાથે ચાલવા લાગ્યો. છેક પાર્કિંગમાં એની યલો કલરની 'નેનો' કાર સુધી એને મુકવા ગયો!
શું આ જ હતી પેલી પિન્ક લિપ્સટીકવાળી?
પણ એ પછી રોહન પાછો ક્લબમાં જતો રહ્યો. ખાસ્સા અડધા કલાક પછી એ એના ફોર્મલ શર્ટ-પેન્ટ-ટાઇમાં પાછો દેખાયો. એના ભીના વાળ જોઇને મને લાગ્યું કે એણે અહીં શાવર બાથ લીધો હશે.
દસેક વાગે રોહને એની મર્સિડીસ બહાર કાઢી. મેં મારી મારુતિ એની પાછળ જવા દીધી. સ્પોર્ટઝ ક્લબનો એરિયા છોડીને મર્સિડીઝ હાઇવે તરફ નીકળી.
આખરે એક હાઇવે રેસ્ટોરન્ટ પાસે રોહને કાર ઊભી રાખી. અહીં ઝળહળતા પ્રકાશમાં મોંઘી પોશ કારોની લાઇન પાર્ક થયેલી દેખાતી હતી. પણ રોહને એની મર્સિડીઝ પાર્કિંગમાં મૂકી નહિ.
થોડીવાર પછી એક સિલ્વર કલરની હોન્ડા સિટી કાર આવીને ઊભી રહી. મેં જોયું કે ડ્રાઇવિંગ સીટ ઉપર યુનિફોર્મ પહેરેલો કોઇ ડ્રાઇવર હતો. પણ પાછળની સીટમાંથી જે સ્ત્રી નીકળી તે જોઇને હું ઠરી ગઇ.
તે પેલી સ્પોર્ટસ ક્લબવાળી જ હતી!
સિલ્વર હોન્ડા સિટી જતી રહી પછી તે બે ચાર મિનિટ આમતેમ જોતી રહી. પછી ધીમે ધીમે આગળ ચાલવા માંડી. પ્રકાશ ઓછો થાય એટલું ચાલ્યા પછી એ ઊભી રહી. બરાબર એજ સમયે રોહનની કાર સ્ટાર્ટ થઇ અને પાણીના રેલાની જેમ વહીને પેલી સ્ત્રી પાસે જઇને ઊભી રહી.
સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગઇ.
કાર ઊપડી. હું પીછો  કરતી રહી.
છેવટે રોહનની મર્સિડીઝ સૂમસામ ખેતરો વચ્ચે આવેલા અમારા જ ફાર્મ હાઉસના ગેટમાં દાખલ થઇ!
ઓહ ગોડ! ફ્રાઇડે, સેટરડે અને સન્ડે... આ ત્રણ દિવસ હું જ ફાર્મ હાઉસના સ્ટાફને છુટ્ટી આપતી હતી!
ગેટ પર મારુતિ ઊભી રાખીને હું ઓપેરા ગ્લાસીસ સાથે અંદર દાખલ થઇ. અમારા ફાર્મ હાઉસની બારીઓ પહોળી અને વિશાળ છે. એમાંથી બધું જ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.
પહેલાં એમણે એકબીજાને આલિંગન આપ્યું પછી ચુંબન, અને પછી..
એ બંને બેશરમ લોકોને લાઇટો બંધ કરવાની યે પડી નહોતી.
સળંગ પિસ્તાલીસ મિનિટ સુધી હું એમની રતિક્રીડા એક પૂતળું બનીને જોતી રહી. મારી છાતીમાં ધગધગતો લાવા જ્વાળામુખી બનીને ફાટવાની તૈયારીમાં હતો...

ReadMore.. Jay Nagar