નવેમ્બર
મહિનાની ગુલાબી ઠંડીમાં મારું શરીર બબ્બે આગથી ધગધગી રહ્યું હતું. એક તો
શરબાની મારી નજર સામે મારા જ સ્વિમિંગ પુલમાં મારા રોહન સાથે અર્ધ-ઉઘાડા
બદને છબછબિયાં કરી રહી હતી...
અને બીજી બાજુ અહીંથી નીકળતાંની સાથે જ મેં જેને સોપારી આપી હતી એ, બસ્તીનો ગુંડો પીટર ઈબ્રાહિમ, મારા જ રોહન પર જાનલેવા હુમલો કરવાનો હતો.
એ હુમલાને હજી વાર હતી પરંતુ શરબાનીનું સેક્સથી છલકાતું ભીનું બદન મારા દિમાગ પર આગની જેમ લબકારા મારી રહ્યું હતું. એનું બોડી બેશક મારા બોડી કરતાં વધારે આકર્ષક અને માદક હતું. મને હજી સમજાતું નહોતું કે મેં કઈ સ્ટુપિડ રમત રમવાને બહાને એને મારા ફાર્મ હાઉસમાં ઈન્વાઈટ કરી નાંખી હતી?
''કમ ઓન, લેટસ રેસ રોહન!''
શરબાનીએ પાછળથી આવીને રોહનના નિતંબો પર હથેળી મારી. રોહન જાણે મારી હાજરીને સાવ ભૂલાવી બેઠો હોય એમ પાણીમાં પલટી મારીને ઊછળ્યો.
''ઓકે, લેટસ રેસ!''
બન્ને જણા સ્વિમિંગ પુલની બહાર નીકળી એકબીજા સામે નજરથી નજર મિલાવી 'વન ટુ થ્રી...' કરતાં ફરી પાણીમાં કૂદી પડયાં. શરબાની કોઈ ચપળ માછલીની જેમ તરી રહી હતી. પણ મારો રોહન કોઈ સ્વિમિંગ ચેમ્પિયનની જેમ એનાં ઘટ્ટ સ્નાયુવાળાં બાવડાં વીંઝતો પાણી કાપી રહ્યો હતો.
મેં ઘણા વખતે રોહનની કાયાને આટલે દૂરથી જોઈ. એ આટલો સ્ટ્રોંગ, મસ્ક્યુલર અને એટેક્ટિવ લાગતો હશે એની મને કલ્પના નહોતી. એના ખભા, એનાં બાવડાં, એની પહોળી છાતી, એનું સપાટ પેટ, એના ચપળતાથી છટપટી રહેલા પગ... એક ક્ષણ માટે મારા મનમાંથી વિચાર ફરકી ગયો કે રોહનની આવી કાયાને માણવા માટે કઈ સ્ત્રી ના લલચાઈ જાય? પણ રોહન પર મારો હક્ક હતો. માત્ર મારો અને મારો. જો મેં રોહનનો હાથ ના ઝાલ્યો હોત તો શું એ આવા પોશ સ્વિમિંગ પુલમાં તરતો હોત? ના, કદાચ એ ગટરના પાણીમાંથી બહાર નીકળવાનાં હવાતિયાં મારતો હોત.
પૂરી તેર સેકન્ડ સુધી હું રોહનની સ્વિમિંગ સ્ટાઈલ જાણે 'સ્લો મોશન'માં જોતી રહી... ચૌદમી સેકન્ડે એ સિક્વન્સ અચાનક તૂટી. રોહન સ્વિમિંગ પુલનો બીજો છેડો ટચ કરીને તે હવામાં મુઠ્ઠી ઉછાળી રહ્યો હતો.
''ઓ યુ આર ટુ ગુડ!'' શરબાની સ્વિમ કરતી કરતી એની નજીક આવીને એને બાઝી પડી. રોહને પણ એની પીઠ થપથપાવી ફરી હવામાં મુઠ્ઠી ઉછાળી.
પણ શરબાનીએ એને છોડયો નહિ. હું કિનારે બેઠી બેઠી આ તમાશો જોઈ રહી હતી. અચાનક મારી અને રોહનની નજરો મળી. રોહન શરબાનીની પકડ છોડાવવાની કોશિશ કરવા લાગ્યો. પણ ખડખડાટ હસી રહેલી શરબાની એને છોડતી જ નહોતી!
શરબાનીની પીઠ મારી તરફ હતી. મને ખબર હતી કે એ નફ્ફટ બાઈ મને જલાવવા માટે જરૃર કરતાં વધારે ક્ષણો સુધી રોહનને ચોંટી રહી હતી.
''વાઉ રોહન, વાઉ! તારી સ્વિમિંગની થોડી ટેકનિક્સ મને પણ શીખવાડવી પડશે.''
''ઓકે. ઓકે.'' રોહને બનાવટી હસીને શરબાનીના હાથ પોતાની કમર પરથી છોડવ્યા. એની છોભીલી પડી ગયેલી નજર સતત મારી તરફ હતી.
''તમે બન્નેએ એકબીજાને મેડલ્સ આપી દીધા હોય તો હવે નીકળીએ?'' મેં ઊભા થતાં કટ મારી.
શરબાનીએ નફ્ફટાઈથી સામો જવાબ વાળ્યો, ''ડિયર દામિની, મેડલ્સ તો તારે આપવાના હોય. યુ હેવ બિન વૉચિંગ અસ લાઈક અ મેચ રેફ્રી! શું કહે છે, રોહન?''
રોહન શું કહે? એ સ્વિમિંગ પુલમાંથી બહાર આવે એ પહેલાં હું ડ્રીંક્સ વગેરેની ટ્રે લઈને અંદર જતી રહી હતી.
બહાર બન્ને જણાં ટુવાલ વડે શરીરો લૂછી રહ્યાં હતાં. મેં અંદરથી પીટર ઈબ્રાહિમને રીંગ મારી. ''તૈયાર રહેજે, અમે આવી રહ્યા છીએ...''
જવાબની રાહ જોવા વિના મેં ફોન કટ કરી નાંખ્યો.
* * *
પાંચેક મિનિટ પછી અમારી મર્સિડીઝ ફાર્મ હાઉસથી નીકળીને સૂમસામ હાઈવે પર પાણીના રેલાની જેમ જઈ રહી હતી. આજુબાજુ કોઈ વસ્તી દેખાતી નહોતી. ક્યારેક કોઈ વાહન સામેથી ઝડપી સ્પીડમાં પસાર થઈ જાય ત્યારે અમારા ત્રણેયના ચહેરા પર તીવ્ર પ્રકાશ ઝબકી ઊઠતો હતો.
રોહનનો ચહેરો એકદમ સૂન્ન મારી ગયો હોય એવો હતો. શરબાનીની આંખોમાં એક નટખટ ચમક હતી. મારો ચહેરો હું જાતે જોઈ શકતી નહોતી, પણ ચોકક્સ મારી આંખોમાં ઊંડે ઊંડે તણખા ઝરતા હશે.
ત્રણેય જણાં ચૂપ હતાં. રોહન ચૂપચાપ ડ્રાઈવ કરી રહ્યો હતો. હું રાહ જોતી હતી કે પીટર ઈબ્રાહિમ કઈ ઘડીએ હુમલો કરશે...
પણ હુમલાની શરૃઆત શરબાનીએ કરી. એ ચૂપકીદી તોડતાં બોલી ઃ ''યુ નો, દામિની, મેં આજે એક વસ્તુ ઓબઝર્વ કરી. ઓફ કોર્સ, તું તો એ વાત જાણતી જ હશે.''
''શું?''
''રોહનના સ્ટ્રોક્સ બહુ પારવફૂલ છે! '' એણે 'સ્ટ્રોક્સ' શબ્દ પર ભાર આપ્યો. મને એના આ ડબલ મીનિંગ ડાયલોગ પર એવો ગુસ્સો ચડયો કે એને લાફો ઠોકી દઉં.
પણ શરબાની એટલેથી ન અટકી. ''યુ નો દામિની, યુ શુડ પ્રેક્ટીસ મોર સ્વિમિંગ...''
''આઈ નો...''
''એટલા માટે કે સ્વિમિંગથી ચેસ્ટના મસલ્સ સારા બિલ્ડ-અપ થાય છે.'' શરબાની બહુ શરારતી મિજાજથી મારી છાતી તરફ જોઈને આ વાક્ય બોલી હતી.
હું સમસમી ગઈ. મોં બગાડીને મેં કહ્યું ''ઓકે, એની મોર સજેશન્સ? તું તો કોઈ જીમ્નેશિયમની બોડી-ટ્રેઈનર થવાને લાયક છે.''
''અફ કોર્સ.'' શરબાની હસી. ''બટ આઈ સજેસ્ટ, કે તું તારું માઈન્ડ પણ ટ્રેઈન કરે... યુ સી, બહુ સ્ટ્રેસ સારો નહિ. ચેસ, બ્રિજ, ક્રોસવર્ડઝ... એવી માઈન્ડ ગેઈમ્સ રમવાનું ઓછું કરવું જોઈએ.''
અચાનક મારો પિત્તો ગયો. ''વોટ ડુ યુ મિન બાય માઈન્ડ ગેમ્સ?''
મારી સીટ પરથી ઊછળીને એને કચકચાવીને લાફો મારવા હું હાથ ઉગામવા જાઉં એ જ ઘડીએ રોહને જોરથી બ્રેક મારીને મર્સિડીસ ઊભી રાખી. હું સીટ પરથી પડતી પડતી બચી. પણ પછી મેં મારું માથું ઊંચું કરીને બહાર જોયું તો સ્તબ્ધ થઈ ગઈ.
પીટર ઈબ્રાહિમની જીપ આડી થઇને રસ્તાની વચ્ચોવચ ઊભી રહી ગઇ હતી. પીટર એમાંથી ઊતરીને અમારી મર્સિડીઝ તરફ આવી રહ્યો હતો.
''વોટ્સ હેપનિંગ રોહન?'' મેં કહ્યું.
''આઇ ડોન્ટ નો...''
રોહન એનો જવાબ વાળી રહે ત્યાં તો પીટરે રોહનની બારીના કાચ પર ટકોરા માર્યા. એના ખરબચડા ચહેરા પર ખુન્નસ સવાર હતું. એની લાલ આંખો હેડલાઇટની રોશનીમાં વધારે લાલઘૂમ દેખાતી હતી.
રોહને એનો ગ્લાસ નીચો કર્યો કે તરત વીજળીની ઝડપે પીટરે એક લાંબું અણીદાર ચપ્પુ રોહનની ગરદનમાં ધરી દીધું. રોહન ચીસ પાડી ઊઠયો.
''ચિલ્લાઓ મત!'' પીટરે કડક અવાજે દાટી આપી. ''સાલે, ફોન પર ઈતના સમજાયા, સમજતા નહીં? અબ સુન લે, ચૌબીસ ઘંટે મેં ખારાનગર સે અપની ટાંગ નહીં હટાઇ તો યે ચાકુ તેરા સગા નહીં હોગા!''
''મગર મેરી બાત તો સુનો!''
''બાત મેરી નહીં સુન રહા હૈ તું!'' પીટરે એવું જોરથી ચાકુ દબાવ્યું કે એની તેજીલી ધારવાળી અણી રોહનના ગળામાં સ્હેજ ખૂંપી ગઇ. અંદરથી લોહીનો રેલો નીકળ્યો!
હું ખરેખર ડરી ગઇ.
મેં ચીસ પાડી ઃ ''ક્યા કર રહે હો?''
ત્યાં જ એક અણધારી ઘટના બની! મને ગોળી છૂટવાનો અવાજ સંભળાયો! મારા ગળામાંથી બીજી ચીસ નીકળી ગઇ!
''ડેન્ટ સ્ક્રીમ...'' શરબાનીએ મારો હાથ પકડીને દબાવ્યો. ''ગોળી મેં ચલાવી છે...''
મારી આંખો ફાટી જ રહી ગઇ! શરબાનીના હાથમાં એક નાનકડી પિસ્તોલ હતી! એણે કઇ ઘડીએ પોતાની પર્સમાંથી એ પિસ્તોલ કાઢી તેની પીટરને પણ ખબર નહોતી પડી.
''લુક મિસ્ટર...'' શરબાનીનો અવાજ ઠંડો હતો. એની પિસ્તોલ પીટર ઈબ્રાહિમ તરફ તકાયેલી હતી. ''અભી તો મૈંને સિર્ફ હવા મેં ફાયર કિયા હૈ. નેકસ્ટ ગોલી તેરી બોડી મેં જાયેગી...''
''શરબાની!!'' મેં ચીસ પાડી ''આ તું શું કરી રહી છે?''
''કરને દો મેડમ...'' પીટર હસ્યો, ''યે ભૂલ રહી હૈ કિ ગાડી કે પીછે મેરે દો આદમી ગન લેકર રેડી ખડે હૈં... ઇધર ગોલી ચલી, ઉધર તુમ તીનોં ગયે...''
શરબાનીની પિસ્તોલ ધૂ્રજી ગઇ. પીટરે રોહનના ગળે ચાકુની અણી સહેજ વધારે ઊંડી ઘુસાડી. લોહીનો રેલો વધુ ઘટ્ટ બનવા લાગ્યો.
''અબે શાણે, અભી તો ચાકુ સિર્ફ ટચ કર કે રખા હૈ. અંદર ઘૂસા કે મેઇન નસ કાટ ડાલુંગા તો સાલે, ઈધર હી લુડક જાયેગા... અભી ફિર સે બોલું? બસ્તી સે તેરી ટાંગ...''
''હટ જાયેંગે...'' મેં તરત પીટરને કહ્યું ''આપ પ્લીઝ, મેરે હસબન્ડ કો છોડ દો...''
બે ક્ષણ પીટર મારી સામે કરડાકીથી જોતો રહ્યો. પછી એણે ચાકુ હટાવ્યું. ખિસ્સામાંથી રૃમાલ કાઢીને એના પર લાગેલું લોહી લૂછ્યું. રૃમાલ ખિસ્સામાં નાખીને એ પાછો ખસ્યો ઃ
''અબી ચૂપચાપ નીકલો. પુલીસ કે પાસ ગયા તો સાલે, ઘર મેં આકે કાટ ડાલુંગા!''
રોહને ધૂ્રજતા હાથે મર્સિડીઝ ગિયરમાં નાંખી નર્વસ રોહનના પગ પણ ધૂ્રજી રહ્યા હતા. ઝટકા ખાતી મર્સિડીઝને એણે જીપની સાઇડમાંથી માંડ માંડ કાઢી.
આગળ સુમસામ રોડ આવ્યો ત્યારે અમારો જીવ જરા હેઠો બેઠો. મેં પાછળના કાચમાં જોયું. પીટરનાં વાહનો હજી ત્યાં જ હતાં. કોઇ પીછો કરતું નહોતું.
શરબાનીએ એની પિસ્તોલ પર્સમાં પાછી મૂકી.
મેં શરબાનીને ટોકી, ''શરબાની, વૉટ વૅર યુ ડુઇંગ?''
''હું કોઇથી ડરતી નથી.'' શરબાનીના ચહેરા પર ખરેખર ડર નહોતો. ''રોહન, તારે પણ આવા મવાલીઓથી ડરવું ના જોઇએ. હું તો કહું છું, મારી જેમ તું પણ એક રિવોલ્વર વસાવી લે.''
રોહને જવાબ આપ્યો નહિ.
હું એટલા માટે ચૂપ રહી કે શરબાનીનું સજેશન બિલકુલ પરફેક્ટ ટાઇમિંગ સાથે આવ્યું હતું! રિવોલ્વર ખરીદવાનો આઇડીયા રોહનના દિમાગમાં પરફેક્ટલી બેસી જાય એની હવે સો ટકા પોસિબિલિટી હતી...
મારા દિમાગમાં નવી ઉત્તેજના આકાર લેવા લાગી હતી ઃ ''વાહ, શરબાનીના સજેશન પર રિવોલ્વર લેશે અને એ જ રિવોલ્વરથી...''
* * *
બંગલે પહોંચ્યાં ત્યાં સુધીમાં રોહનના ગળા પર થયેલા ઘસરકામાંથી વહી નીકળેલા લોહીથી તેના શર્ટનો લગભગ અડધો કોલર ખરડાઇ ગયો હતો.
શરબાનીએ કારમાંથી ઊતરતાં જ કહ્યું ''રોહન, ડોન્ટ બોધર. હું ટેક્સી કરીને ઘરે જતી રહું છું. અને દામિની, પ્લીઝ ટેક કેર.''
શરબાનીના ગયા પછી રોહનને ડ્રોઇંગરૃમના સોફામાં બેસાડતાં મેં વધુ એક આઇડિયા એના દિમાગમાં પ્લાન્ટ કર્યો ઃ
''રોહન, જો રિવોલ્વર ખરીદે તો એક નહિ, બે ખરીદજે. મારે પણ હવે શરબાનીની જેમ પર્સમાં પિસ્તોલ રાખવી પડશે...''
* * *
મારી ગણતરીઓ ફટાફટ પાર પડી રહી હતી. રોહને પેલી જમીનમાંથી દાવો જતો કર્યો એ કંઇ મહત્ત્વની વાત નહોતી, પણ એણે પાંચ-છ દિવસમાં જ બે હથિયારો ખરીદી લીધાં. એક રિવોલ્વર હતી, જે વજનમાં ખાસ્સી ભારે હતી. અને બીજી એક પિસ્તોલ હતી જે બિલકુલ નાનકડા રમકડા જેવી હતી, મારી પર્સમાં આરામથી ગોઠવાઇ જાય એવી...
હવે મારે ખરું પ્લાનિંગ કરવાનું હતું. શરબાનીનું મર્ડર એ રીતે થવું જોઇએ કે રોહન પર કોઇને તલભાર પણ શંકા ન જાય.
મારા ફાર્મ-હાઉસમાં જતાં આવતાં શરબાની સાથે જે તડાતડ સંવાદો થયા તેનાથી કદાચ રોહન ચેતી ગયો હશે કે કેમ, પણ એના પછીના ફ્રાઇડેની સાંજે એ ઓફિસેથી સીધો ઘરે આવી ગયો.
''કેમ, સ્પોર્ટસ કલબમાં ના ગયો?'' મેં પૂછ્યું.
''ના, જરા થાક જેવું લાગે છે. આઇ નીડ ટુ રિલેક્સ...''
એ સાંજે મેં મારા હાથો વડે રોહનની આખી બોડી પર હળવો મસાજ કરી આપ્યો. રોહનની આંખો મારા અર્ધ-ઉઘાડા બદનને જોઇ રહી હતી. એનો હાથ મારી પીઠ પર બહુ પ્રેમથી ફરી રહ્યો હતો.
ઓહ,હાઉ આઇ લાઇક ધેટ ટચ!
રોહનનો એકે એક સ્પર્શ મારા શરીરમાં ઝણઝણાટી પેદા કરી રહ્યો હતો. એ રાત્રે તો મેં લગભગ એમ જ માની લીધું કે રોહન હવે શરબનાનીના સકંજામાંથી છૂટી ગયો છે.
પણ એ મારી ગેરસમજ હતી.
* * *
રવિવારે એક મોલમાં જઇને હું શોપિંગ કરી રહી હતી ત્યાં પાછળથી મારા ખભે કોઇએ ટપલી મારી. પાછળ વળીને જોયું તો શરબાની હતી!
''હાય!'' શરબાનીએ રેડ કલરનું સ્કીન-ટાઇટ સ્લીવલેસ ટી-શર્ટ અને એકદમ લો વેઇસ્ટ જીન્સ પહેર્યું હતું.
''હાય.'' મેં કહ્યું ''ઘણા દિવસે મળ્યાં, નહિ! સોરી, એ દિવસે મેં તમને જરા હાર્શ વર્ડ્ઝ કીધા હતા.''
''હાર્શ?'' એણે હસીને મારા ખભે હાથ મૂક્યો. મેં ફૂલ સ્લીવ બ્લુ શર્ટ અને રેડ કેપ્રિ પહેરી હતી. ''દામિની, મને વર્ડઝની કોઇ અસર થતી જ નથી. પણ છતાં મારે તને કોમ્પ્લીમેન્ટ્સ તો આપવા જોઇએ.''
''શેના માટે?''
''યુસી, એક ભારતીય નારી થઇને મારા જેવી આઝાદ મિજાજની સ્ત્રીને, તારા હસબન્ડની એક ખાસ ફ્રેન્ડને, પોતાના ફાર્મ હાઉસમાં સામેથી ઈન્વાઇટ કરીને, એને પોતાનો જ સ્વિમિંગ કોસ્ચ્યુમ આપીને, નહાતી જોવા માટે... હિંમત જોઇએ, હોં?''
''તું કહેવા શું માગે છે?''
''અરે દામિની, તું જે કહેવા માગતી હતી એ તો ખૂલીને કહી નહોતી શકતી!'' શરબાનીએ એના બોયકટ વાળમાં આંગળાં ફેરવ્યાં ''મૈં તો જે કહેવાનું હતું એ ખુલ્લેઆમ તને કહી દીધું! યાદ કર, મારાં એક એક વાક્યો? આઇ લાઇક થિંગ્સ ટાઇટ... રોહનના સ્ટ્રોક્સ બહુ પાવરફૂલ છે...''
હું શરબાનીને જોતી જ રહી ગઇ. આઇ મિન, નફ્ફટાઇની પણ હદ હોય છે. મેં ધૂંધવાઇને કહ્યું ''શરબાની, ગોળગોળ વાતો ના કર. કમ ટુ ધ પોઇન્ટ.''
''ધ પોઇન્ટ ઇઝ...'' શરબાની એની આંગળી મારી છાતી પર મૂકીને બોલી ''તું થાય તે કરી લે, દામિની. હું રોહનને ત્યારે જ છોડીશ જ્યારે હું એને છોડવાનું નક્કી કરીશ! અને હા, એને પાછો ક્યારે બોલાવવો અને શી રીતે બોલાવવો એ પણ મારા માટે ચપટીનો ખેલ છે.''
એણે મારી આંખો સામે ચપટી વગાડી. ''દામિની, પુરુષોને હું આમ નચાવું છું. તું ભલે મિલિયોનર બાપની દીકરી હોય, પણ આફટર ઓલ ઈન્ડિયન છે, દેશી છે. જ્યારે હું અમેરિકામાં રોહન જેવા સત્તર પુરુષોને રમાડી ચૂકી છું. અત્યારે પણ રોહન મારા માટે એક રમકડું જ છે. એકચ્યુલી, હું એને આજકાલમાં જ ડ્રોપ કરવાની હતી કારણ કે મારી મલ્ટીનેશનલ કંપનીનો નવો અમેરિકન બોસ શરીરનો લપસણિયો છે. એની જોડે અફેર કરીને મારે પ્રમોશન લેવાનો પ્લાન હતો. પણ હવે મને કોઇ ઉતાવળ નથી. અત્યારે તો હું માત્ર તને જલાવવા ખાતર રોહનના શરીર સાથે રમતી રહીશ... જોઉં છું તું શું કરી લે છે!''
ભરચક મોલમાં ખુલ્લેઆમ ચેલેન્જ આપીને શરબાની કમર લચકાવતી, મને 'બાય' કરીને જતી રહી.
મારી છાતીમાં ધરબાયેલો લાવા હવે ફાટફાટ થઇ રહ્યો હતો. એ જ ક્ષણે મેં નિર્ધાર કર્યો ઃ ''શરબાની, તને તો હું એવી ગંદી રીતે મારીશ કે છાપામાં તારી લાશના ફોટા જોઇને લોકોને પણ ચીતરી ચડશે...''
(ક્રમશઃ)